ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
21 ઓગસ્ટ 2020
મુંબઇવાસીઓ માટે મોટી ખુશખબરી છે. મુંલુંડના યુવા કચ્છી પર્વતારોહક કેવલ હિરેન કક્કાને પર્વતારોહણનો સર્વોચ્ચ એવોર્ડ 'તેન્સીંગ નોર્ગે' રાષ્ટ્રીય પુરષ્કાર જાહેર થયો છે. આ એવોર્ડ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે એનાયત થશે. આ એવોર્ડ કેન્દ્ર સરકારના યુથ અફેર અને સ્પોર્ટસ મંત્રાલય તરફથી અપાય છે જે અર્જુન એવોર્ડની સમકક્ષ છે. 29મી ઓગસ્ટના રોજ 'નેશનલ સ્પોર્ટસ' નિમિત્તે યોજાનારા સમારોહમાં અપાશે.
મૂળ કચ્છના બેરાજાના મૂળ વતની ક.વી.ઓ જૈન કેવલ કક્કા પ્રથમ ભારતીય પર્વતારોહક છે, જેણે છ દિવસના ગાળામાં વિશ્વના ટોચના શિખર એવરેસ્ટ અને તેની નજીકમાં આવેલા અને વિશ્વના ચોથા ક્રમમાં ઊંચા પર્વત 'માઉન્ટ લ્હોત્સે' સર કર્યો હતો. કેવલે એ પછી પણ ત્રણ વર્ષમાં વિશ્વના ચાર ઊંચા શિખરો પર પર્વતારોહણ કર્યું છે. તેણે વિશ્વના છઠ્ઠા હાઇએસ્ટ અને આઠમા હાઇએસ્ટ શિખર 'માઉન્ટ ચો યુ' અને 'માઉન્ટ માનેસલુ' પણ સર કર્યા છે. ફેબ્રુઆરી-2018માં 'માઉન્ટ સ્ટોક કાન્ગરી' (6149 મીટર) 6000 મીટરથી વધુ ઊંચાઇના હિમાલયના બીજા 12 શિખર પર પણ આરોહણ કર્યું છે. હિમાલય પર્વતમાળામાં 35 થી વધુ ટ્રેક પૂર્ણ કર્યા છે. અને હજુ પણ કેવલની આ યશ ગાથા ચાલુ જ છે.
કેવલ કક્કા મુલુન્ડમાં પર્વતારોહણને લગતી સાધન-સામગ્રીનો સ્ટોર ધરાવે છે અને પોતાની ટ્રેકિંગ કંપની પણ ચલાવે છે. જેમાં તે નવા નવા ટ્રેકિંગ કરવા માંગતા લોકોને માર્ગદર્શન પુરું પાડે છે. તેની બહેન ટેલિકોમ એન્જિનીયરિંગમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે અને અમેરિકાની બહુ વપરાતી વીડિયો એપમાં મેનેજર છે. જ્યારે પિતાનો પ્રોપર્ટી બિઝનેસ છે અને માતા શિક્ષિકા છે.. આવનારા દિવસોમાં કેવલ વધુ ને વધુ વણ જોયેલાં પર્વતો સર કરવા માંગે છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com