Karamsad: કેવીઆઇસી અધ્યક્ષે કરમસદમાં ગ્રામીણ કારીગરોને 150 સ્વદેશી ચરખા અને 150 ઈલેક્ટ્રીકલી ઓપરેટેડ વ્હીલ્સનું વિતરણ કર્યું

Karamsad: પીએમઈજીપી યોજના હેઠળ 5737 લાભાર્થીઓને રૂ. 164.98 કરોડની સબસિડી વહેંચવામાં આવી અને 63107ને નવી રોજગારી મળી

https://www.newscontinuous.com/wp-content/uploads/2024/01/KVIC-Chairman-distributed-150-Swadeshi-Charkhas-and-150-Electrically-Operated-Wheels-to-Village-Artisans-in-Karamsad-1.webp

News Continuous Bureau | Mumbai

Karamsad: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ( Narendra Modi ) નેતૃત્વમાં ચાલી રહેલા ‘આત્મનિર્ભર અને વિકસિત ભારત અભિયાન’ને વધુ મજબૂત કરવા, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ ( KVIC ), સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકારના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ કરમસદમાં ખાદી વિકાસ યોજના ( Vikas Yojana ) હેઠળ ખાદી કારીગરોને ( khadi artisans )  150 સ્વદેશી ચરખા ( Swadeshi Charkha ) અને ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ ગામના 150 કુંભારોને ઇલેક્ટ્રીક સંચાલિત વ્હીલ ( Electric powered wheel ) વિતરિત કર્યા હતા. વિતરણ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (પીએમઈજીપી) હેઠળ દેશભરના 5737 નવા ઉદ્યોગ સાહસિકોના ખાતામાં ઓનલાઈન માધ્યમ દ્વારા રૂ. 164.98 કરોડની માર્જિન મની સબસિડીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કેવીઆઈસીના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે આદરણીય બાપુ અને સરદાર સાહેબને યાદ કર્યા અને કહ્યું કે સરદાર સાહેબને ખાદી પ્રત્યે વિશેષ લગાવ હતો. 

Join Our WhatsApp Community

વિતરણ કાર્યક્રમને સંબોધતા કેવીઆઈસીના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે મોદી સરકાર દ્વારા આપવામાં આવેલી ‘નવા ભારતની નવી ખાદી’એ ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ને નવી દિશા આપી છે. છેલ્લા 9 વર્ષોમાં ખાદી ઉત્પાદનોના વેચાણમાં ચાર ગણાથી વધુ વધારાએ ગ્રામીણ ભારતના કારીગરોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવ્યા છે. કારીગરોને આધુનિક તાલીમ અને ટૂલકીટ આપીને, કેવીઆઈસી માત્ર તેમનું આધુનિકીકરણ જ નથી કરી રહ્યું પણ તેમને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત અભિયાન’ સાથે પણ જોડી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ જ ક્રમમાં કુંભાર સશક્તીકરણ યોજના હેઠળ મંગળવારે ભારત રત્ન સરદાર પટેલના જન્મસ્થળ કરમસદમાં ખેડા અને આણંદ જિલ્લાના 150 કુંભારોને તાલીમ બાદ ઈલેક્ટ્રીકલી ઓપરેટેડ ચાકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કેવીઆઈસી અધ્યક્ષે ગુજરાતની ખાદી સંસ્થા ખેડા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી સંઘ, નડિયાદના 15 સ્પિનરોને સ્વદેશી ચરખા પણ પૂરા પાડ્યા હતા.

https://www.newscontinuous.com/wp-content/uploads/2024/01/KVIC-Chairman-distributed-150-Swadeshi-Charkhas-and-150-Electrically-Operated-Wheels-to-Village-Artisans-in-Karamsad-1.webp

https://www.newscontinuous.com/wp-content/uploads/2024/01/KVIC-Chairman-distributed-150-Swadeshi-Charkhas-and-150-Electrically-Operated-Wheels-to-Village-Artisans-in-Karamsad-1.webp

વિતરણ કાર્યક્રમમાં, દેશભરના 5737 નવા ઉદ્યોગ સાહસિકોને રૂ. 492.59 કરોડની લોન સામે રૂ. 164.98 કરોડની માર્જિન મની સબસિડીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કેવીઆઇસીના પશ્ચિમ ક્ષેત્રમાં આવતા મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાના 188 નવા ઉદ્યોગ સાહસિકોને રૂ. 21.08 કરોડની લોન સામે રૂ. 6.70 કરોડની સબસિડી આપવામાં આવી હતી. જેના કારણે દેશભરમાં 5737 નવા એકમોની સ્થાપના કરવામાં આવી છે અને દેશભરમાં 63107 બેરોજગારોને રોજગારી મળી છે.

આ સમાચાર પણ વાંચો :  Disease X: OMG! કોવિડ કરતા પણ 20 ગણો વધુ ખતરનાક છે આ વાયરસ.. વિશ્નના વૈજ્ઞાનિકો અને WHO ની વધારી ચિંતા.. જાણો શું છે આ વાયરસ..

વિતરણ કાર્યક્રમને સંબોધતા શ્રી મનોજ કુમારે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના મંત્રે ખાદીને વૈશ્વિક મંચ પર ઓળખ અપાવી છે. છેલ્લા 9 વર્ષમાં ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ ઉત્પાદનોનું ટર્નઓવર રૂ. 1.34 લાખ કરોડના આંકડાને પાર કરી ગયું છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 9.50 લાખથી વધુ નવી નોકરીઓનું સર્જન થયું છે. તેમણે વધુમાં કહ્યું કે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ ગ્રામીણ ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ, કેવીઆઈસી એ અત્યાર સુધીમાં 27 હજારથી વધુ કુંભાર ભાઈઓ અને બહેનોને ઇલેક્ટ્રિક ચાકનું વિતરણ કર્યું છે, જેણે 1 લાખથી વધુ કુંભારોના જીવનમાં મોટો ફેરફાર કર્યો છે. આ યોજના હેઠળ 6000થી વધુ ટૂલકીટ અને મશીનરીનું વિતરણ કરવામાં આવ્યું છે, જ્યારે મધ મિશન યોજના હેઠળ, અત્યાર સુધીમાં 20000 લાભાર્થીઓને ૨ લાખથી વધુ મધ મધમાખી-બોક્સ અને મધમાખી વસાહતોનું વિતરણ કરવામાં આવ્યું છે.

https://www.newscontinuous.com/wp-content/uploads/2024/01/KVIC-Chairman-distributed-150-Swadeshi-Charkhas-and-150-Electrically-Operated-Wheels-to-Village-Artisans-in-Karamsad-1.webp

વિતરણ કાર્યક્રમમાં ખાદી સંસ્થાઓના પ્રતિનિધિઓ, ખાદી કામદારો અને કારીગરો, ગ્રામોદ્યોગ વિકાસ યોજનાના લાભાર્થીઓ, કેવીઆઈસી અને ગુજરાત સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version