239
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022
શુક્રવાર
મહારાષ્ટ્રમાં નિર્માણાધીન ઇમારતો ઘરાશયી થવાનો સિલસિલો યથાવત છે.
પુણેના યરવડા શાસ્ત્રી નગર વિસ્તારમાં ગુરુવારે રાત્રે એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ છે.
આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે અને 5 લોકો ઘાયલ થયા છે.
કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના બિલ્ડિંગના ભોંયરામાં બની હતી.
ઉલ્લેખનીય છે કે ગત મહિને જ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં એક બહુમાળી ઇમારત પડવાથી એક વૃદ્ધ અને ત્રણ યુવતીઓ સહીત 9 લોકો ઘાયલ થયા હતા.
You Might Be Interested In