News Continuous Bureau | Mumbai
Laddu Gopal : ઉત્તર પ્રદેશના ( Uttar Pradesh ) મેરઠમાં ( Meerut ) લાડુ ગોપાલજીની ( Laddu Gopal ) મૂર્તિની ચોરીનો ( Idol Stolen ) અનોખો મામલો સામે આવ્યો છે. ચોર પહેલા સામાન્ય ભક્તની જેમ મંદિરમાં પ્રવેશ્યો. બાદમાં પૂજા કરી પછી તેણે મૂર્તિની ચોરી કરી અને ફરાર થઇ ગયો. જોકે ચોરની આ કૃત્ય સીસીટીવી કેમેરામાં ( CCTV cameras ) કેદ થઈ ગયું હતું, ત્યારબાદ આ વિસ્તારના લોકોએ મૂર્તિની રિકવરી અંગે હોબાળો મચાવ્યો હતો.
જુઓ વિડીયો
मेरठ में चोरी की अनोखी वारदात। थाना मेडिकल के प्रवेश विहार स्थित मंदिर में चोरी से पहले भगवान से मांगी माफी फिर चोर चुरा ले गया लड्डू गोपाल की मूर्ति। पूरी घटना सीसीटीवी में कैद। pic.twitter.com/524Oq4j09E
— Deepak Sharma (@deepakstar5) September 25, 2023
ગુનાઓ માટે ભગવાન પાસે માંગી ક્ષમા
પ્રાપ્ત જાણકારી મુજબ મામલો મેરઠના થાણા મેડિકલ ( Thana Medical ) વિસ્તારની પ્રવેશ વિહાર કોલોનીનો છે, જ્યાં ખાટુ શ્યામ મંદિરમાંથી ( Khatu Shyam Mandir ) ભગવાન લડ્ડુ ગોપાલની મૂર્તિ ચોરાઈ હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે ચોર સામાન્ય ભક્તની જેમ મંદિરમાં ઘૂસ્યો. ચોરી કરતા પહેલા તેણે પોતાના ગુનાઓ માટે ભગવાન પાસે ક્ષમા પણ માંગી હતી. આ પછી મંદિરમાંથી ભગવાનની મૂર્તિની ચોરી કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Mumbai Mantralaya News: શિક્ષકની ભરતી માટે યુવાનોનો મંત્રાલયમાં વિરોધ, સુરક્ષા જાળમાં ઝંપલાવ્યું.. જુઓ વિડીયો
રાધા અષ્ટમી પહેલા મંદિરમાંથી લાડુ ગોપાલની મૂર્તિની ચોરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે મહિલાઓએ પોલીસમાં ફરિયાદ કરી હતી. હાલ પોલીસ લાડુ ગોપાલની મૂર્તિ અને ચોરને શોધી રહી છે. મૂર્તિની રિકવરી બાબતે મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો મચાવ્યો હતો, પરંતુ સીસીટીવી ફૂટેજ હોવા છતાં હજુ સુધી ચોરનો કોઈ પત્તો લાગ્યો નથી.