News Continuous Bureau | Mumbai
Ladki Bahin Yojana : મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની ( CM Eknath Shinde ) અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજના માટે અરજી કરવાની છેલ્લી વધારીને હવે તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી અજિત પવારે વિધાનસભામાં એક નિવેદન દ્વારા આ નિર્ણયની જાણકારી આપી હતી.
મુખ્યમંત્રીએ આ યોજના માટે નામ નોંધણી, અરજી વગેરે માટેના ધસારાને ધ્યાનમાં રાખીને અરજીની અંતિમ તારીખ 31 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવાનો નિર્દેશ આપ્યો હતો. 31મી ઓગસ્ટ સુધી અરજી કરનાર મહિલાઓને ( Women ) 1 જુલાઈથી લાભ આપવામાં આવશે તેવો મહત્વનો નિર્ણય લેતા મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગને આ યોજનાને સરળ અને સચોટ રીતે અમલમાં મૂકવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
Ladki Bahin Yojana : આ યોજના હેઠળ પરિવારની લાયક અપરિણીત મહિલાને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે …..
અરજી ( Ladki Bahin Yojana application ) કરવા માટેનો સમય લંબાવતી વખતે યોજના માટે એકર જમીનની શરતને બાકાત રાખવી, લાભાર્થી મહિલાઓની ઉંમર 21 થી 60 વર્ષની જગ્યાએ 21 થી 65 વર્ષની હોવી જોઈએ, વિદેશમાં જન્મેલી મહિલાઓ જો મહારાષ્ટ્રમાં ( Maharashtra ) રહેલ પુરુષ સાથે લગ્ન કરે છે, તો તે કિસ્સામાં તેણીની પતિનું જન્મ પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, નિવાસી પ્રમાણપત્ર ધ્યાનમાં લેવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: Pothole Free Road : મુંબઈમાં રસ્તાઓ પરના ખાડાઓ પુરવા માટે પાલિકાની મોટી કાર્યવાહી, હવે 43 કરોડનો ખર્ચ કરવામાં આવશે..
આ બેઠકમાં જે પરિવારો પાસે પીળા અને કેસરી રેશનકાર્ડ ( Saffron Ration Card ) છે, જો 2.5 લાખ રૂપિયાની આવકનું પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોય તો તેમને આવકના પ્રમાણપત્રમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ પરિવારની લાયક અપરિણીત મહિલાને પણ આ યોજનાનો ( mazi ladki bahin yojana ) લાભ આપવામાં આવશે અને મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે યોજનામાં સુધારેલા નિર્ણયો અંગે સરકારનો નિર્ણય તાત્કાલિક જાહેર કરવામાં આવશે.