Site icon News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્ર સરકારની ચેતવણી, રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં આટલા લાખ લોકો થઈ શકે છે સંક્રમિત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,1 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શનિવાર.

કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે મહારાષ્ટ્રમાં 80 લાખ કોરોનાના કેસ સામે આવશે તેવી ચેતવણી રાજ્ય સરકારે આપી છે.

મહારાષ્ટ્ર સરકારના સ્વાસ્થ્ય વિભાગના વધારાના મુખ્ય સચિવ ડો.પ્રદીપ વ્યાસ દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેકટરને પત્ર લખીને કહેવામાં આવ્યુ છે કે, કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમિત લોકોની સંખ્યા બહુ વધવાની છે.

તેમણે ચેતવણી આપતા કહ્યું છે કે, જો 80 લાખ નવા કેસ સામે આવે અને તેમાંથી માત્ર એક જ ટકાના મોત થશે તેવુ ધારીએ તો પણ 80000 મોત થઈ શકે છે

કોરોનાની ત્રીજી લહેરને હળવાશથી લેવાની જરુર નથી અને તે ઘાતક સાબિત નહીં થાય તેવુ માનવાની પણ જરુર નથી.

તેમણે કહ્યુ હતુ કે, જેમનુ રસીકરણ નથી થયુ તેમના માટે પણ આ વાયરસ ઘાતક છે અને એટલે જ દરેક જિલ્લામાં મહત્તમ રસીકરણ કરવામાં આવે અને લોકોનો જીવ બચાવવામાં આવે.

Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Maharashtra School Admission Age Rule મહારાષ્ટ્રમાં સ્કૂલ એડમિશનના નિયમો બદલાયા પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકોની આટલી વય ફરજિયાત, શિક્ષણ વિભાગે નવી કટઓફ ડેટ જાહેર કરી
Devotee Bus Accident ભોપાલથી ખાટુશ્યામ દર્શનાર્થે જતી મિની બસ ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી; ૮ શ્રદ્ધાળુઓના મોત, ૧૭ થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Pharma Company Blast ગુજરાતના ભરૂચમાં ફાર્મા કંપનીમાં ભીષણ બ્લાસ્ટ ૧૫ કિમી દૂર સુધી સંભળાયો પ્રચંડ ધડાકો, ૫ કામદારોના મોત અને અનેક ગંભીર
Exit mobile version