Site icon

Lakhimpur Kheri BJP MLA : લખીમપુર માં BJP MLA યોગેશ વર્માની સાથે મારપીટ, પોલીસ સામે જ ધારાસભ્યને મારી દીધી થપ્પડ.. જુઓ વિડીયો..

Lakhimpur Kheri BJP MLA : ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં એક ચોંકાવનારી ઘટના બની જ્યારે ભાજપના ધારાસભ્ય યોગેશ વર્મા પર જાહેરમાં મારપીટ કરવામાં આવી. બાર એસોસિએશનના પ્રમુખ અવધેશ સિંહે ડઝનબંધ પોલીસકર્મીઓની હાજરીમાં ધારાસભ્યને થપ્પડ મારી હતી, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું. આ ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકોમાં ખૂબ ચર્ચાનો વિષય બની ગયો છે.

Lakhimpur Kheri BJP MLA Lakhimpur Kheri Viral Video, BJP MLA Yogesh Verma Gets SLAPPED In Front Of Cops By Advocate

Lakhimpur Kheri BJP MLA Lakhimpur Kheri Viral Video, BJP MLA Yogesh Verma Gets SLAPPED In Front Of Cops By Advocate

News Continuous Bureau | Mumbai

Lakhimpur Kheri BJP MLA : ઉત્તર પ્રદેશના લખીમપુરમાં બીજેપી ધારાસભ્ય યોગેશ વર્મા પર જાહેરમાં મારપીટ થતાં હંગામો મચી ગયો હતો. મીડિયા રીપ્રોત મુજબ ડઝનબંધ પોલીસકર્મીઓની હાજરીમાં બાર એસોસિએશનના પ્રમુખ એ ધારાસભ્યને થપ્પડ મારી હતી. આ બનાવથી સ્થળ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાલો જાણીએ શુ છે આખો મામલો…

Join Our WhatsApp Community

Lakhimpur Kheri BJP MLA : જુઓ વિડીયો 

 

Lakhimpur Kheri BJP MLA :  ધારાસભ્ય યોગેશ વર્માને જાહેરમાં લાફો ઝીંકી દીધો દીધો 

પ્રાપ્ત માહિતી અનુસાર, અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણીને લઈને બાર એસોસિએશનના પ્રમુખ અને સદરના ધારાસભ્ય યોગેશ વર્મા વચ્ચે બોલાચાલી થઈ હતી. જેના કારણે આજે બંને પક્ષો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા બાર એસોસિએશનના પ્રમુખ એ પોલીસકર્મીઓની સામે જ ધારાસભ્ય યોગેશ વર્માને જાહેરમાં લાફો ઝીંકી દીધો દીધો હતો. આ પછી અન્ય વકીલોએ પણ ધારાસભ્યને ઘેરી લીધા અને મારપીટ કરી. લડાઈ દરમિયાન ધારાસભ્ય અને તેમના સહયોગીઓ બાર એસોસિએશનના પ્રમુખ તરફ દોડ્યા ત્યારે પોલીસે તેમને રોક્યા હતા. ભારે મુશ્કેલીથી પોલીસે દરમિયાનગીરી કરીને બંને પક્ષોને અલગ કર્યા હતા. આ દરમિયાન વાતાવરણ તંગ બની ગયું હતું અને શહેરની અર્બન કોઓપરેટિવ બેંક સામે ભારે હોબાળો થયો હતો.

આ સમાચાર પણ વાંચો: OLA Electric Scooter Fire: ભરબપોરે રસ્તાની વચ્ચે ઓલાની સ્કૂટરમાં ભભૂકી આગ, સ્કૂટર ચાલકનો માંડ બચ્યો જીવ..

Lakhimpur Kheri BJP MLA : શું છે મામલો 

આ ઘટના બાદ  મીડિયા સાથે વાત કરતા ધારાસભ્ય યોગેશ વર્માએ કહ્યું કે, અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણી છે, ભાજપના કાર્યકરો નામાંકન લેવા આવ્યા હતા. આ દરમિયાન તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. પહેલા ટ્રેડ યુનિયનના નેતા રાજુ અગ્રવાલને માર મારવામાં આવ્યો અને તેમનું પેમ્ફલેટ ફાડી નાખવામાં આવ્યું. જ્યારે હું તેને મળવા આવ્યો ત્યારે વકીલ એ પર મારા પણ ઉપાડ્યો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Human leopard conflict: માનવ-દીપડા સંઘર્ષ માટે ૧૧ કરોડ: પુણે જિલ્લામાં સમસ્યા હળવી કરવા સરકારનો મોટો નિર્ણય.
Bihar Elections: કેન્દ્રીય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી કડક કાર્યવાહી, જાણો શું છે કારણ
Single women: એકલ મહિલાઓ માટે પુનર્વિવાહ માટે આર્થિક સહાય; રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
Tejashwi Yadav: ‘દરેક મહિલાના ખાતામાં 14 જાન્યુઆરીએ આવશે આટલા હજાર’, પ્રચાર પૂરો થતા પહેલાં તેજસ્વીની મોટી જાહેરાત
Exit mobile version