વકીલોના જણાવ્યા મુજબ, સાંસદ અને અન્ય લોકોએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી.એમ. સઈદના જમાઈ પદનાથ સાલેહ પર હુમલો કર્યો હતો, જ્યારે તે 2009ની લોકસભા ચૂંટણી દરમિયાન રાજકીય મુદ્દા પર હસ્તક્ષેપ કરવા માટે તેમના પડોશમાં પહોંચ્યા હતા. આરોપી સાંસદ ફૈઝલે કહ્યું કે આ એક ‘રાજનીતિથી પ્રેરિત’ કેસ છે અને તે ટૂંક સમયમાં હાઈકોર્ટમાં અપીલ દાખલ કરશે.
નોંધનીય છે કે CBIએ લક્ષદ્વીપમાં કથિત ટુના માછલી નિકાસ કૌભાંડમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના સાંસદ મોહમ્મદ ફૈઝલ વિરુદ્ધ FIR નોંધી હતી. સીબીઆઈએ શ્રીલંકામાં માછલીની નિકાસમાં કથિત અનિયમિતતાના સંબંધમાં એફઆઈઆર નોંધી હતી. આ કેસમાં સીબીઆઈએ મોહમ્મદ ફૈઝલ ઉપરાંત તેના ભત્રીજા અબ્દુલ રઝાક અને શ્રીલંકાની કંપની એસઆરટી જનરલ મર્ચન્ટ્સ ઈમ્પોર્ટર એન્ડ એક્સપોર્ટરને પણ આરોપી બનાવ્યા હતા.