ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 21 ડિસેમ્બર 2021
મંગળવાર
દેશના કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ શિક્ષણ વિભાગે એક નવુ કેલેન્ડર જારી કર્યુ છે જેમાં શુક્રવારે સ્કુલ ચાલુ હશે તો રવિવારે સ્કુલની રજા જાહેર કરી દેવાઈ છે.
આગામી શિક્ષણ સત્રથી ત્યાં શુક્રવારની જગ્યાએ રવિવારે જ શાસકીય રજા રહેશે.
6 દાયકાથી ચાલી રહેલા જૂના વિશેષાધિકાર આ નિર્ણયથી સમાપ્ત થઈ ગયા છે.
માનવામાં આવી રહ્યુ છે કે સંસાધનોનો વધારેથી વધારે ઉપયોગ થાય અને બાળકોને શીખવાની પ્રક્રિયાની આવશ્યક યોજના બને, તેથી સ્કુલના સમય અને નિયમિત સ્કુલ ગતિવિધિઓને સંશોધિત કર્યા છે
આ પરિવર્તન લક્ષદ્વીપના સંચાલક પ્રફુલ્લ પટેલના આદેશથી થયો જે વડાપ્રધાન મોદીના ખાસ ગણાય છે.
ઉલ્લેખનીય છે કે લક્ષદ્વીપમાં 93 ટકા મુસ્લિમ વસ્તી નિવાસ કરે છે. આ કારણથી ત્યાં વિશેષ જોગવાઈ હેઠળ સ્કુલોમાં શુક્રવારની રજા રહેતી હતી.
છોકરીઓના લગ્નની ઉંમર થશે 21? વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભામાં પાસ થયું આ બિલ; જાણો વિગતે