ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
16 જુન 2020
મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનની હાલત કથળતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. 85 વર્ષીય ટંડન ને મેદાંતા હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યાં છે. જેમના જણાવ્યા મુજબ તેમનું યકૃતનું એક નાનું ઓપરેશન કરવું પડ્યું હતું જેના પગલે તેમની હાલત વધુ બગડી હતી.
11 જૂનની સવારે શ્વાસની તકલીફ, પેશાબની તકલીફ અને તાવની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય તપાસ દરમિયાન તેમના લિવરમાં પણ સમસ્યા હોવાનું જણાયું હતું, જેના માટે તેમને સીટી ગાઇડેડ પ્રોસિજર આપવામાં આવી હતી. પ્રક્રિયા પછી પેટમાં લોહી વહેતા રક્તસ્રાવને કારણે તેને ઇમરજન્સી ઓપરેશન કરવું પડ્યું હતું.
હોસ્પિટલના બુલેટિન મુજબ ઓપરેશન બાદ 85 વર્ષીય ટંડનને આઈસીયુના નિષ્ણાંતોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે. ભરતી કરતી વખતે તેમનો કોવિડ -19 નો ટેસ્ટ કરવામા આવ્યો હતો જેનો રિપોર્ટ પણ નેગેટિવ હતો. હોસ્પિટલ ના જણાવ્યા મુજબ જ્યારે તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે ત્યારે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
દરમ્યાન મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે રાજ્યપાલ લાલજી ટંડન સાથે મોબાઈલ પર વાત કરી હતી અને તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી.