News Continuous Bureau | Mumbai
પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને તેમના પરિવારના કેટલાક સભ્યોની રોજગારના બદલામાં જમીન લેવાના કૌભાંડના સંદર્ભમાં તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ હવે આ કેસમાં તમામ આરોપીઓને જામીન મળી ગયા છે.
દિલ્હીની એક કોર્ટે પૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, તેમની પુત્રી-આરજેડી સાંસદ મીસા ભારતી અને અન્ય આરોપીઓને જામીન આપ્યા છે. કોર્ટે નોંધ્યું છે કે સીબીઆઈએ ધરપકડ વગર ચાર્જશીટ દાખલ કરી છે. કોર્ટે દરેક આરોપીને રૂ. 50,000ના અંગત જામીન બોન્ડ અને એટલી જ રકમ ભરવાનો નિર્દેશ આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો : સાવચેત રહેજો.. દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ, અત્યાર સુધીમાં આટલા લોકોએ ગુમાવ્યા જીવ.. જાણો શું છે લક્ષણો
લાલુ પ્રસાદ યાદવ પર રેલ્વે મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નોકરી આપવાના બદલામાં લોકો પાસેથી જમીન લેવાનો આરોપ છે. આ મામલે CBIએ ગયા વર્ષે 18 મેના રોજ લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ મહિનાના અંતમાં સીબીઆઈએ રાબડી દેવી, તેમની પુત્રી અને સાંસદ મીસા ભારતીના ઘરે દરોડા પાડ્યા હતા. તેમણે લાલુ પ્રસાદ યાદવની પણ પૂછપરછ કરી હતી. આ પછી તરત જ, EDની ટીમે તેજસ્વી યાદવ, તેના સંબંધીઓ અને નજીકના સહયોગીઓના ઘરો પર દરોડા પાડ્યા અને સંપત્તિ જપ્ત કરી હતી.