ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર 2021
સોમવાર.
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ચીફ લાલુ પ્રસાદ યાદવ કિડની સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ લાલુ પ્રસાદ યાદવની વિદેશમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે.
આ માટે તેમનો પરિવાર RJD સુપ્રીમો લાલુ યાદવ માટે લંડન અને સિંગાપોરના ડૉક્ટરોના સંપર્કમાં છે.
હાલ કિડની ટ્રાન્સપ્લાન્ટ અંગે ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે.
કિડની ફેલ થવાના કારણે તેમને પાણી અને જ્યુસ પણ મર્યાદિત માત્રામાં લેવાની સલાહ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે લાલુ યાદવ કિડની, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત સમસ્યાઓ સહિત અનેક રોગોથી પીડિત છે.
મુંબઈ NCBની મોટી કાર્યવાહી, મહારાષ્ટ્રના આ જિલ્લામાંથી જપ્ત કર્યો 1500 કિલો ગાંજાનો જથ્થો; તપાસ ચાલુ