News Continuous Bureau | Mumbai
Land for Job Scam: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED ) એ નોકરી માટે જમીનના કેસમાં આરજેડી ( RJD ) વડા લાલુ પ્રસાદની દસ કલાકથી વધુ પૂછપરછ કરી હતી. સવારથી શરૂ થયેલ પ્રશ્નોનો સિલસિલો મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો.
આ દરમિયાન લાલુ પ્રસાદની ( lalu prasad yadav ) પુત્રી અને રાજ્યસભાના સભ્ય મીસા ભારતી ( Misa Bharti ) ED ઓફિસની બહાર રાહ જોતી રહી. તેમ જ આરજેડીના તમામ વરિષ્ઠ નેતાઓ અને સમર્થકો પણ તેમની સાથે અડગ બહરા ઉભા રહ્યા હતા. સાંજ પછી આરજેડી સમર્થકોની વધતી ભીડને જોતા સીઆરપીએફને સુરક્ષા માટે તૈનાત કરવી પડી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આપવામાં આવેલા સમન્સ પછી, સોમવારે સવારે લગભગ 11 વાગ્યે, આરજેડી વડા લાલુ યાદવ નોકરી માટે જમીનના કેસમાં પૂછપરછ માટે ઇડી ઓફિસ માટે રવાના થયા હતા. તેમની સાથે પુત્રી મીસા ભારતી પણ સાથે ગઈ હતી.
મીસા ભારતીને ઈડી ઓફિસમાં ( ED office ) લાલુ પ્રસાદ સાથે જતા અટકાવવામાં આવી હતી…
જ્યારે લાલુ બેંક રોડ પર ED ઓફિસની બહાર પહોંચ્યા ત્યારે અહીં પહેલાથી જ RJD નેતાઓ અને સમર્થકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. પોતાના નેતાને આવતા જોઈને ઘણા સમર્થકો કારની આગળ સૂઈ ગયા હતા. ઘણી સમજાવટ બાદ તેમના સમર્થકોને દૂર કરવામાં આવ્યા હતા.
ત્યાર પછી મીસા ભારતીને ED ઓફિસમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. જે બાદ તેણે અધિકારીઓને કહ્યું કે તેના પિતા બીમાર છે અને તેમને લાંબા સમય સુધી બેસવામાં તકલીફ થાય છે. ઉપરાંત સમયાંતરે દવાઓ પણ આપવી પડે છે. મીસા પાસેથી તમામ દવાઓ લીધા બાદ ED અધિકારી લાલુ પ્રસાદ સાથે અંદર ગયા હતા. પરંતુ, મીસા અને આરજેડી સમર્થકો ઓફિસની સામે દાદાજી મંદિરમાં ઉભા રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Mahatma Gandhi : ગાંધીજીની હત્યા નાથુરામ ગોડસેએ નથી કરી! આ પુસ્તકમાં રણજિત સાવરકરનો મોટો દાવો..
ED સૂત્રોએ જણાવ્યું હતું કે EDની ટીમે લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ પ્રસાદની પૂછપરછ કરવા માટે લગભગ 60 પ્રશ્નોની યાદી બનાવી હતી, જે લાલુ પ્રસાદને એક પછી એક પૂછવામાં આવ્યા હતા. લાલુ પ્રસાદે કેટલાક સવાલોના જવાબ સરળતાથી આપ્યા હતા, જ્યારે કેટલાક જવાબ યાદ નથી એમ કહીને ટાળ્યા હતા.
આ જ મામલામાં આજે પુછપરછ ( inquiry ) માટે EDએ તેજસ્વી યાદવને ( Tejashwi Yadav ) પણ સમન્સ પાઠવ્યા છે.
જેમ જેમ પૂછપરછનો સમય વધી રહ્યો હતો. તેમ તેમ ઇડી ઓફિસની બહાર આરજેડી સમર્થકોની ભીડ વધી રહી હતી. સાંજે, સુરક્ષા કારણોસર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના CRPF જવાનોની ટુકડી તૈનાત કરવામાં આવી હતી. જે બાદ RJD સમર્થકોમાં લાલુ પ્રસાદની ધરપકડને લઈને શંકા થવા લાગી હતી. તેથી સાંજે આરજેડી કાર્યકર્તાઓએ ED ઓફિસની બહાર હંગામો શરૂ કર્યો હતો
આના પર મીસા આગળ આવી અને કહ્યું હતું કે, જો તમે લોકો હંગામો મચાવશો તો તેઓ લાલુ પ્રસાદ યાદવને હજી વધુ લાંબો સમય બેસાડી રાખશે. આ પછી સમર્થકો શાંત થયા હતા. જે બાદ લગભગ પોણા નવ વાગ્યા સુધી EDની પૂછપરછ ચાલુ રહી હતી. આ જ મામલામાં આજે પુછપરછ માટે EDએ તેજસ્વી યાદવને પણ સમન્સ પાઠવ્યા છે. આશા છે કે તેજસ્વી 11 વાગ્યે પૂછપરછ માટે ED ઓફિસ પહોંચશે.