Site icon

Landslide In Himachal: હિમાચલના કુલ્લુમાં મોટી દુર્ઘટના, તાશના પત્તાના મહેલની જેમ એક સાથે 8થી 9 ઈમારતો થઈ ધરાશાયી, જુઓ વિડીયો

Landslide In Himachal: હિમાચલ પ્રદેશમાં રેકોર્ડબ્રેક વરસાદ વચ્ચે વિનાશની પ્રક્રિયા ચાલુ છે. હવે કુલ્લુમાં એક સાથે અનેક મકાનો ધરાશાયી થયા છે. કુલ્લુના અનીમાં ભૂસ્ખલનને કારણે ઘણી ઊંચી ઈમારતો એકસાથે ધરાશાયી થઈ ગઈ હતી.

Several buildings collapse after land cave-in in Anni area in Himachal Pradesh

Landslide In Himachal: Several buildings collapse after land cave-in in Anni area in Himachal Pradesh

News Continuous Bureau | Mumbai 

Landslide In Himachal:  હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભયાનક ભૂસ્ખલન થયું છે. બસ સ્ટેન્ડ પાસે બનેલા અનેક મકાનો તેની ઝપેટમાં આવી ગયા છે. ભૂસ્ખલનને કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે. તમને જણાવી દઈએ કે કુલ્લુમાં આજે સવારે લગભગ 10 વાગ્યે નવા બસ સ્ટેન્ડ પાસે બનેલી 8 થી 9 ઈમારતો ગણતરીની  સેકન્ડમાં  ધરાશાયી થઈ ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટના સમયે આ ઈમારતોમાં કોઈ રહેતું ન હતું કારણ કે વહીવટીતંત્રે આ ઈમારતોને એક અઠવાડિયા પહેલા જ ખાલી કરાવી દીધી  હતી. છેલ્લા કેટલાક દિવસોથી પડેલા વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે આ દુર્ઘટના બની છે.

Join Our WhatsApp Community

જુઓ વિડીયો 

આકાશી આફતથી ગભરાટ

તમને જણાવી દઈએ કે હાલના દિવસોમાં પહાડો પર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ત્યાંના લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આકાશી આફતના કારણે બજારમાં ગભરાટનો માહોલ છે. અહીંના સિરાજ વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે અનેક મકાનો ધોવાઈ ગયા છે. કોઈક રીતે લોકોએ ત્યાંથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. તે જ સમયે કાંગડાના કોટલામાં પણ કુદરતે કહેર મચાવ્યો છે. અહીં ભૂસ્ખલન બાદ કાટમાળ ઘરોમાં ઘુસી ગયો છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂસ્ખલન બાદ પહાડો પરથી વહેતા કાટમાળને કારણે લોકોના ઘરોને ઘણું નુકસાન થયું છે.

આ સમાચાર પણ વાંચો : Ashok Chandna On chandrayaan-3: રાજસ્થાનના ખેલ મંત્રીએ ચંદ્રયાન-3 પર શુભેચ્છા આપતા ભાંગરો વાટ્યો, કહ્યું- ‘જે આપણા યાત્રીઓ ગયા છે, તેમને સલામ કરું છું…’ જુઓ વિડીયો

નદીઓના જળસ્તર ભયજનક 

હિમાચલ પ્રદેશમાં જ્યાં એક તરફ ભૂસ્ખલનને કારણે આફત છે તો બીજી તરફ નદીઓના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે. નદીઓમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. નદીઓની આસપાસના વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે. લોકો અનિચ્છનીય બનાવના ભયના છાયામાં જીવી રહ્યા છે. જ્યાં મંડીમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યાં જ શિમલામાં પણ આવા જ હાલ છે. શિમલાના મોલ રોડની સ્થિતિ વરસાદને કારણે અતિખરાબ થતી જોવા મળી રહી છે. વરસાદના કારણે રસ્તાઓ કેનાલોમાં ફેરવાઈ ગયા છે.  

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version