Site icon

Konkan Railway: ભારે વરસાદને કારણે કોંકણ રેલવે માર્ગ પર ભૂસ્ખલન, રેલ સેવા ૧૫ કલાક પછી પણ ઠપ્પ.

Konkan Railway: રાયગઢ અને રત્નાગીરી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનને કારણે કોંકણ રેલ્વે માર્ગ પરની ટ્રેન સેવાઓ અટકાવી દેવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ભૂસ્ખલન વિનહેરે (રાયગઢ) અને દીવાણખવટી (રત્નાગિરી) સ્ટેશનો વચ્ચે એક ટનલની બહાર સાંજે લગભગ 5 વાગ્યે થયું હતું. જેના કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે.

Landslides on Konkan railway line due to heavy rains, train service suspended even after 15 hours

Landslides on Konkan railway line due to heavy rains, train service suspended even after 15 hours

 News Continuous Bureau | Mumbai

Konkan Railway: મહારાષ્ટ્રમાં રવિવારના ભારે વરસાદને ( Heavy rain ) કારણે, ગામની નજીક ભેખડ ધસી પડતા  કોંકણ રેલ્વેનો ટ્રાફિક ઠપ થઈ ગયો છે. જેના કારણે કોંકણ રેલવેના મુસાફરો 15 કલાકથી વધુ સમય સુધી ટ્રેનમાં જ ફસાયેલા રહ્યા છે. કોંકણ રેલ્વે પર વિવિધ સ્થળોએ એક્સપ્રેસ ટ્રેનો ઉભી છે. તેમાંથી કોચિવેલી એક્સપ્રેસ ટ્રેન (કોનક એક્સપ્રેસ ટ્રેનો) છેલ્લા 15 કલાકથી ચિપલુણ સ્ટેશન પર ઊભી છે. ટ્રેનમાં ફસાયેલા મુસાફરોની દુર્દશાને લઈને તીવ્ર પ્રત્યાઘાત પડ્યા છે. 

Join Our WhatsApp Community

ખેડ અને વિન્હેરે દિવાણખવટી સ્ટેશનો વચ્ચે ટ્રેક પર ભેખડ ધસી પડવાને ( Landslide ) કારણે કોંકણ રેલવેનો વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. આ ટ્રાફિક ( Railway traffic ) ક્યારે શરૂ થશે તેની સૌ હાલ રાહ જોઈ રહ્યા છે. નવીનતમ માહિતી અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંકણ રેલ્વેથી ટ્રાફિક રાત્રે 8 વાગ્યાથી શરૂ થઈ જશે. જો કે પ્રવાસીઓને હજું આ અંગે શંકા વ્યક્ત કરી રહ્યા છે. આ ટ્રેક પર ઘણી એક્સપ્રેસ ટ્રેનો( Express trains )  હાલ ફસાઈ ગઈ છે. તેઓ ન તો પાછળ જઈ શકે છે કે ન તો આગળ. આથી શ્રી ગંગાનગર એક્સપ્રેસને કામથે સ્ટેશન પર, માંડવી એક્સપ્રેસને ખેડ સ્ટેશન પર, તેજસ અને જનશતાબ્દી એક્સપ્રેસને રત્નાગીરી ખાતે, સાવંતવાડી દિવાને દિવાણખવટી સ્ટેશન પર રોકી દેવામાં આવી છે.

 Konkan Railway: ગત રાતથી રેલવેએ કોચીવેલી એક્સપ્રેસમાં પ્રવાસીઓ માટે પીવાના પાણી કે ભોજનની કોઈ વ્યવસ્થા કરી નથી….

ગત રાતથી રેલવેએ ( Konkan Railway Landslide  ) કોચીવેલી એક્સપ્રેસમાં પ્રવાસીઓ માટે પીવાના પાણી કે ભોજનની કોઈ વ્યવસ્થા કરી નથી. આ સિવાય ટ્રેનના ટોયલેટમાં પણ પાણી નથી, જેના કારણે મહિલા અને પુરૂષ બંને પ્રવાસીઓને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધાને કારણે કોંકણ રેલવેના પ્રવાસીઓમાં ભારે નારાજગી છે.

આ સમાચાર પણ વાંચો: Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે મધ્યપ્રદેશના તમામ 55 જિલ્લાઓ માટે રૂ. 486 કરોડના ખર્ચે બનેલ પ્રધાનમંત્રી કોલેજ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું

શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે, કોંકણ રેલવેથી ટ્રેન ( Konkan Express trains )  ચાર કલાક મોડી હતી. આ પછી આખી રાત રેલવે પ્રશાસન દ્વારા કોઈ માહિતી આપવામાં આવી ન હતી. હવે સવારથી જ મુંબઈ જવા માટે એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરોની ભારે સંખ્યાને જોતા એસટી બસની વ્યવસ્થા કેટલી પુરતી હશે તેવો પ્રશ્ન હાલ પ્રવાસીઓ દ્વારા પુછવામાં આવી રહ્યા છે.

 

Mumbai High Court Bomb Threat: મુંબઈમાં હાઈ એલર્ટ હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તપાસનો ધમધમાટ
G Ram G Bill: ઓમ બિરલાનો રૌદ્ર અવતાર: સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ, વિપક્ષના હોબાળા વચ્ચે પણ બિલ મંજૂર
IND vs SA: લખનૌમાં ધુમ્મસનું ગ્રહણ, ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T20 મેચ એક પણ બોલ ફેંકાયા વિના રદ!
Bike taxi ban: બાઈક ટેક્સી કંપનીઓને પ્રશાસનનો જોરદાર ઝટકો! ઓલા, ઉબેર અને રેપિડો સામે ૩૬ ગુના દાખલ; શું સેવાઓ કાયમ માટે બંધ થશે?
Exit mobile version