Site icon

ઉદ્ધવસેના સામે નવો પડકાર; શિવસેનાનો કાર્યકારી કાર્યકાળ 13 જાન્યુઆરીએ પૂરો થશે, આગળ શું?

Shiv Sena sets 15-day deadline for Assembly speaker to act on disqualification issue

મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષ: ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મુદ્દે ઉદ્ધવ ઠાકરેની શિવસેના આક્રમક, સ્પીકરને આપી દીધી સમયમર્યાદા..

 News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરે હાલ બાળાસાહેબ ઠાકરે દ્વારા સ્થાપન કરવામાં આવેલી શિવસેનાના અધ્યક્ષ છે.  આ શિવસેનાના ખરા અધ્યક્ષ સંદર્ભે કાયદાકીય રીતે વાંધો ઊંચકવામાં આવ્યો છે.  આ ઉપરાંત ચૂંટણી માં ઉધ્ધવ ઠાકરે હવે બાળાસાહેબ ઠાકરે દ્વારા સ્થાપન કરવામાં આવેલી શિવસેનાના મૂળભૂત સિમ્બોલ પર ચૂંટણી નહીં લડી શકે.  ત્યારે તેમની સામે એક નવી સમસ્યા પેદા થઈ છે. આ એક કાનૂની દાવપેચ છે જ્યારે એક તરફ પક્ષ અને ચૂંટણી ચિન્હની પસંદગી બાકી છે ત્યારે મૂળ શિવસેનાની કાર્યકારિણીનો કાર્યકાળ 13 જાન્યુઆરીએ પૂરો થશે. હાલમાં જ શિવસેના ભવનમાં મળેલી બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Community

શિવસેનાની મૂળભૂત કાર્યકારી સમિતિમાં શું વ્યવસ્થા છે? 

શિવસેનાની વર્તમાન કાર્યકારી સમિતિ 13 જાન્યુઆરી 2017ના રોજ અસ્તિત્વમાં આવી હતી. શિવસેનાના બંધારણ મુજબ આ કાર્યકારિણીનો કાર્યકાળ પાંચ વર્ષનો છે. મૂળ શિવસેનાની કારોબારી સમિતિમાં 284 સભ્યો છે. તેમાં શિવસેનાના નેતાઓ, ઉપનેતાઓ, જિલ્લા પ્રમુખો, મહિલા અને યુવા સેનાના પદાધિકારીઓનો સમાવેશ થાય છે. આમાંથી કેટલાક નેતાઓ, ઉપનેતાઓ, જિલ્લા વડાઓ, વિભાગના વડાઓ શિંદે જૂથમાં ગયા છે. અને કેટલાક જવા માટે તૈયાર છે. આવનાર દિવસોમાં બંધારણીય કટોકટી ઊભી થવાને કારણે ઉદ્ધવ ઠાકરેનો હોદ્દો  મૂળભૂત શિવસેના માંથી સમાપ્ત થશે. 

આ સમાચાર પણ વાંચો: કેરી રસિકો માટે સારા સમાચાર : મુંબઈ વાશી માર્કેટમાં ફળોના રાજા હાફૂસ કેરીની એન્ટ્રી.. જાણો કેટલી છે એક પેટીની કિંમત..

આ કાયદાકીય ગંભીરતા સામે ઉદ્ધવ ઠાકરે શું કરી રહ્યા છે? 

શિવસેના ભવન ખાતે મળેલી બેઠકમાં આ મુદ્દે પ્રાથમિક ચર્ચા કરવામાં આવી હતી. પક્ષની અંદર ચૂંટણી યોજીને નવી કારોબારીની રચના કરવામાં આવે તો ચૂંટણી પંચ તેને માન્ય ગણશે કે કેમ તે અંગે પક્ષ શ્રેષ્ઠીઓ ચિંતામાં છે. હવે આ અંગે કાયદાકીય નિષ્ણાંતો સાથે સલાહ અને ચર્ચા ચાલી રહી છે. 

 કાર્યકારિણી પર ઉદ્ધવ ઠાકરેની સત્તા ખતમ થયા બાદ શિંદે જૂથ પક્ષને વિભાજિત કરવા માટે વધુ જોરશોરથી કામ કરશે. તેને રોકવા માટે શું કરી શકાય તે અંગે નિષ્ણાતોની સલાહ લેવાનું સૂચન કરવામાં આવ્યું હતું. 

સમસ્યા શું છે?

એકનાથ શિંદે શિવસેના પક્ષનો દાવો કરી ચૂક્યા છે. આથી પંચે બંને જૂથોને કામચલાઉ નામ અને ચિન્હો આપ્યા છે અને કોના કેટલા હોદ્દેદારો છે તેની માહિતી માંગી છે. હાલમાં શિવસેના વિધાન મંડળ અને સંસદીય દળ પર શિંદે જૂથનું વર્ચસ્વ છે. ઉપરાંત, એકનાથ શિંદે સહિત મૂળ કારોબારીમાંથી ઘણા પદાધિકારીઓ હવે શિંદે જૂથમાં છે. કારોબારીની સાથે ઉદ્ધવ ઠાકરેની સત્તા 13 જાન્યુઆરીએ સમાપ્ત થશે. તેથી, ઉદ્ધવસેના એ મૂંઝવણનો સામનો કરી રહી છે કે જો પક્ષની અંદર ચૂંટણી યોજીને નવી કાર્યકારી સમિતિની સ્થાપના કરવામાં આવે તો ચૂંટણી પંચ તેને માન્ય ગણશે કે કેમ.

 

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version