ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 જુન 2020
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોનાની બીમારી વચ્ચે આ વર્ષે ગણેશ ઉત્સવ ખૂબ સાદગીથી ઉજવવાની અપીલ કરી છે. "ચાલો ગણેશ મૂર્તિની ઊંચાઈ ઘટાડીએ અને આપણા તહેવારની ઊંચાઈ વધારીએ". એવું તેમણે સ્લોગન આપ્યું છે.. ચોમાસામાં આવનાર ગણેશોત્સવ વખતે નાની મૂર્તિઓની સ્થાપના કરવાની સલાહ આપી છે સાથે જ મોટા મોટા પંડાળો ની ઊંચાઈ બને એટલી ઓછામાં ઓછી રાખવી પડશે.આ સાથે જ ગણેશ પંડાળો એ અનેક નિયમો નું પાલન પણ કરવું પડશે. ભીડ ભેગી ન થાય તેનું ખાસ ધ્યાન રાખી સોશિયલ ડિસ્ટનસિંગ રાખવું પડશે. દર્શકો માટે પ્રવેશ દ્વાર પર સેનીટાઇઝર અને થર્મલ સ્ક્રીનીંગ ની વ્યવસ્થા પણ ગણેશ પંડાળો એ રાખવી પડશે..
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ખાસ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જાહેર ગણેશ મંડળો સાથે વાતચીત કરી હતી. જયાં કહ્યું કે "લોકમાન્ય ટિળકની પરંપરા આપણે ચાલુ રાખવાની છે, પરંતુ તે સુરક્ષિત હોવી જોઈએ. "જ્યારથી હું મુખ્યમંત્રી બન્યો ત્યારથી તોફાન અને કટોકટીની સ્થિતિ એક પછી એક આવી રહી છે, આવતી જ રહેશે. પરંતુ હું કોઈ તોફાન અથવા કટોકટીથી ડરતો નથી. હવે જ આપણી પરીક્ષા છે. કારણકે વાર તહેવાર દરમ્યાન વિપક્ષો જોશે કે આપણે શું શીખ્યા અને આપણે કેવું વર્તન કરી રહ્યા છીએ. આથી, ગણેશ મૂર્તિઓની ઊંચાઈ આ વર્ષે મોટો પ્રશ્ન ના બની રહે,. ગણેશની મૂર્તિને એટલીજ હોવી જોઇએ કે માત્ર બે લોકોથી જ તે ઉચકાઈ જાય. એમ પણ ઉદ્ધવે કહ્યું હતું….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com