સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન અમદાવાદ સહીત વિવિધ જિલ્લાઓમાં લાવી શકે છે વાવાઝોડું, જાણો કેમ ખેંચાઈ શકે છે વરસાદ

cyclonic circulation likely to develop in Arabian Sea on June 5

 News Continuous Bureau | Mumbai

હવામાન વિભાગે ગુજરાતના હવામાનમાં મોટી ઉથલપાથલની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન અમદાવાદ સહિત રાજ્યના ઘણા ભાગોમાં તોફાન અને વરસાદ લાવી શકે છે. રાજ્યમાં 7થી 11 જૂન દરમિયાન હવામાન વધુ ખરાબ થઈ શકે છે. 

હવામાન વિભાગે રાજ્યમાં હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશનને કારણે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં 15 જૂન સુધીમાં ચોમાસું પહોંચે તેવી શક્યતા છે

વાવાઝોડું ભેજને દૂર કરે છે

મહારાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસુ રાજ્યમાં પ્રવેશ કરશે. વાવાઝોડાને કારણે ચોમાસામાં વિલંબ થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં બને કારણ કે વાવાઝોડું ભેજને દૂર કરે છે. મોનસૂન થોડો વિલંબ સાથે કોસ્ટલ કેરળ પહોંચી શકે છે. 

આ સમાચાર પણ વાંચો : લોકલ યાત્રી ધ્યાન દે! પશ્ચિમ રેલવે આજે મધ્યરાત્રિથી આ સ્ટેશન વચ્ચે હાથ ધરાશે 14 કલાકનો મેગા બ્લોક, કેટલીક ટ્રેનો થશે રદ્દ..

ગુજરાતમાં હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે પોતાના અનુમાનમાં કહ્યું છે કે, અરબી સમુદ્રમાં સર્ક્યુલેશનની શક્યતા છે. આવી સ્થિતિમાં દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં 5 જૂને સાયક્લોનિક સરક્યુલેશન સર્જાશે. 

 સાયક્લોનિક સર્ક્યુલેશન 7 જૂનની આસપાસ લો પ્રેશર બની શકે છે

આ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન 7 જૂનની આસપાસ લો પ્રેશર બની શકે છે. જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં સંભવિત હિલચાલને કારણે રાજ્યમાં 7થી 11 જૂન સુધી હવામાન ખરાબ રહી શકે છે. આ દરમિયાન રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જો કે તેની સાથે જ હવામાન વિભાગે રાજ્યમાં ચોમાસું સમયસર આવવાની સંભાવના વ્યક્ત કરી છે. આ મુજબ ચોમાસું ટૂંક સમયમાં કેરળ પહોંચશે. આ સાથે કેરળ બાદ ચોમાસું મહારાષ્ટ્ર અને પછી ગુજરાતમાં પહોંચશે.

અગાઉ ગુજરાતમાં તાઉતે વાવાઝોડું આવી ચૂક્યું છે જેની અસર આજથી બે વર્ષ પહેલા જોવા મળી હતી. ત્યારે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતમાં વાતાવરણ પર અસર પડી શકે છે.