News Continuous Bureau | Mumbai
થોડા દિવસ પહેલા મુંબઈ મહાગનરપાલિકાએ દારૂની દુકાનના નામ મહાન વ્યક્તિઓ અને કિલ્લાઓ પરથી રાખવા પર મનાઈ ફરમાવતો હુકમ બહાર પાડ્યો હતો. હવે મહારાષ્ટ્ર સરકારે પણ રાજ્યભરમાં આવેલી દારૂની દુકાનો અને બારને દેવી-દેવતાઓ, રાષ્ટ્રીય નાયકો અને કિલ્લાઓના નામ પર રાખવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. એટલું જ નહીં પણ હાલના નામ બદલવા માટે દારૂની સંસ્થાઓ અને બારને 30 જૂન સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે.
આ સંદર્ભે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, "રાજ્યના કિલ્લાઓ તેમજ રાષ્ટ્રીય નાયકો વિશે દરેક વ્યક્તિના મનમાં વિશ્વાસ છે." તેથી, જો દેવતાઓ, રાષ્ટ્રીય નાયકો અને કિલ્લાઓના નામનો ઉપયોગ કરવામાં આવે છે, તો દેવતાઓ, રાષ્ટ્રીય નાયકો અને કિલ્લાઓનું અપમાન ગણાશે. આ ઉપરાંત ધાર્મિક અને સામાજિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. તે સામાજિક વાતાવરણને પણ પ્રદૂષિત કરે છે. તેથી, રાજ્યમાં દારૂની દુકાનો અને બારને કોઈપણ રાષ્ટ્રીય નાયકો અને કિલ્લાના નામ આપવામાં ન આવે, એમ આદેશમાં કહેવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : હવે લડાઈ સીધેસીધી હિંદુત્વની. જો ભગવાન રામ ન હોત તો ભાજપ શું કરત? ઉદ્ધવ ઠાકરેનો સવાલ… જાણો વિગત…
ગૃહ વિભાગે આ સંદર્ભે એક યાદી બહાર પાડી છે. તેમાં 56 રાષ્ટ્રીય નાયકો અને મહાનુભાવોના નામ અને રાજ્યના 105 કિલ્લાના નામ સામેલ છે. હાલમાં, દારૂની દુકાનો અને બારમાં દેવી-દેવતાઓ, રાષ્ટ્રીય નાયકો અને કિલ્લાઓના નામ છે, પરંતુ તે 30 જૂન સુધીમાં બદલવા જોઈએ, એમ ગૃહ વિભાગે જણાવ્યું હતું.