ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૩ એપ્રિલ 2021
મંગળવાર
મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલા આદેશ મુજબ નિમ્નલિખિત વ્યવસાય કરનારાઓને તમામ પ્રકારની છૂટ રહેશે. પરંતુ યાદ રહે આ છૂટ સવારે ૭ થી રાત્રે ૮ દરમિયાન રહેશે.
હોસ્પિટલ, ચિકિત્સા કેન્દ્ર, ડોક્ટરનું ક્લિનિક, વેક્સિનેશન, ઇન્સ્યોરન્સ અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ. તમામ પ્રકારની વૈદકીય સુવિધા પૂરી પાડનાર કંપનીઓ અને તેનો સામાન બનાવનાર કંપનીઓ. તેમજ આ બધો સામાન એક બીજી જગ્યાએ પહોંચાડનાર લોકો.
પશુપાલન તેમજ પશુ સાથે જોડાયેલા તમામ સ્થાપનો
કરિયાણું, શાકભાજીની દુકાન, દૂધની ડેરી, બેકરી અને તમામ પ્રકારના ખાવાનાની દુકાનો.
કોલ્ડ સ્ટોરેજ અને વેર હાઉસિંગ સર્વિસ
તમામ પ્રકારનું પબ્લિક ટ્રાન્સપોર્ટ આ ઉપરાંત વિમાનની સેવા, ટ્રેન, ટેક્સી, ઓટોરિક્ષા અને બસ
રાજદ્વારી કામો સંદર્ભે ની ઓફીસ
ચોમાસા પહેલાં મુંબઈ મહાનગરપાલિકાની કાર્યવાહી
તમામ પબ્લિક સર્વિસ જે મહાનગરપાલિકા દ્વારા દેવામાં આવે છે
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને તેના દ્વારા અધિકૃત કરવામાં આવેલી સર્વિસ
શેરડી સાથે જોડાયેલી સંસ્થાઓ એટલે કે સ્ટોક એક્સચેન્જ, ડિપોઝિટરી, ક્લિયરીગ ઓફિસ વગેરે.
ટેલિકોમ સર્વિસ
ટ્રાન્સપોર્ટ સર્વિસ
પાણી પુરવઠા વિભાગ
એગ્રીકલ્ચર સાથે જોડાયેલી તમામ ગતિવિધિઓ
ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ નો વ્યવસાય
ઈ-કોમર્સ સાથે જોડાયેલી એ ગતિવિધિઓ જે અતિ આવશ્યક સુવિધામાં આવે છે.
અધિ સ્વીકૃતિ ધારક પત્રકારો
પેટ્રોલ પંપ અને પેટ્રોલિયમ રિલેટેડ કામકાજ
કાર્ગો સર્વિસ
ડેટા સર્વિસ તેમજ આઇટી વિભાગની સર્વિસ
સરકારી અને પ્રાઇવેટ સિક્યોરિટી ઓફિસ
ઈલેક્ટ્રીક અને ગેસ સપ્લાય
એટીએમ અને પોસ્ટલ સર્વિસ
કસ્ટમ હાઉસ અને તેની સાથે જોડાયેલા કામો
