News Continuous Bureau | Mumbai
Livestock Awareness: રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી ૧૩ માર્ચ ૨૦૨૫ સુધી ‘પ્રાણી કલ્યાણ પખવાડીયા ૨૦૨૫’ તેમજ ‘પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસ’ની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ પખવાડીયાનો શુભારંભ ૧૪ જાન્યુઆરી ૨૦૨૫એ કરવામાં આવ્યો હતો જેનો સમયગાળો વધારીને ૧૩ માર્ચ ૨૦૨૫ સુધી કરવામાં આવ્યો છે.
આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાં આધુનિક પશુપાલન પદ્ધતિઓ અંગે નાગરીકોમાં જનજાગૃતિ વધારવા અને પશુધનના કલ્યાણને પ્રોત્સાહન આપવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, “પ્રાણી કલ્યાણ પખવાડીયા- ૨૦૨૫” અંતર્ગત જનજાગૃતિ માટે પશુપાલકો અને દૂરના ગામડાઓમાં વસતા નાગરીકોમાં પ્રાણી કલ્યાણ અંગે જાગૃતિ આવે તે માટે સ્વ સહાય જૂથો, બિન સરકારી જૂથો NGO, ડેરી ફેડરેશન, જિલ્લા સહકારી મંડળીઓ અને દૂધ સંઘો સાથે ભાગીદારી કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: Construction Institute: ગુજરાતના આ શહેરમાં સ્થપાશે કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ, દર વર્ષે 1000થી વધુ યુવાઓને મળશે તાલીમ
Livestock Awareness: આ પખવાડીયાની ઉજવણી તમામ પશુ સારવાર સંસ્થાઓ, વેટરીનરી પોલીક્લિનિક સંસ્થાઓ ખાતે આગામી તા.૧૩ માર્ચ ૨૦૨૫ સુધી પ્રાણી કલ્યાણ પખવાડીયું -૨૦૨૫ તેમજ પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસની ઉજવણી કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં વધુમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed
Join Our WhatsApp Community