Site icon

Livestock Awareness: ગુજરાતમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસની ઉજવણી, આ તારીખથી થશે ઉજવણી

Livestock Awareness: પશુપાલન અને પ્રાણી કલ્યાણ અંગેની જાગૃતિ માટે રાજ્યભરમાં આગામી તા.૧૩ માર્ચ ૨૦૨૫ સુધી “પ્રાણી કલ્યાણ પખવાડીયું-૨૦૨૫” ઉજવાશે

Livestock Awareness Animal Welfare Board in Gujarat celebrates Animal Husbandry and Animal Welfare Awareness Month

Livestock Awareness Animal Welfare Board in Gujarat celebrates Animal Husbandry and Animal Welfare Awareness Month

News Continuous Bureau | Mumbai

Livestock Awareness: રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી ૧૩ માર્ચ ૨૦૨૫ સુધી ‘પ્રાણી કલ્યાણ પખવાડીયા ૨૦૨૫’ તેમજ ‘પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસ’ની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ પખવાડીયાનો શુભારંભ ૧૪ જાન્યુઆરી ૨૦૨૫એ કરવામાં આવ્યો હતો જેનો સમયગાળો વધારીને ૧૩ માર્ચ ૨૦૨૫ સુધી કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાં આધુનિક પશુપાલન પદ્ધતિઓ અંગે નાગરીકોમાં જનજાગૃતિ વધારવા અને પશુધનના કલ્યાણને પ્રોત્સાહન આપવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, “પ્રાણી કલ્યાણ પખવાડીયા- ૨૦૨૫” અંતર્ગત જનજાગૃતિ માટે પશુપાલકો અને દૂરના ગામડાઓમાં વસતા નાગરીકોમાં પ્રાણી કલ્યાણ અંગે જાગૃતિ આવે તે માટે સ્વ સહાય જૂથો, બિન સરકારી જૂથો NGO, ડેરી ફેડરેશન, જિલ્લા સહકારી મંડળીઓ અને દૂધ સંઘો સાથે ભાગીદારી કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો: Construction Institute: ગુજરાતના આ શહેરમાં સ્થપાશે કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ, દર વર્ષે 1000થી વધુ યુવાઓને મળશે તાલીમ

Livestock Awareness: આ પખવાડીયાની ઉજવણી તમામ પશુ સારવાર સંસ્થાઓ, વેટરીનરી પોલીક્લિનિક સંસ્થાઓ ખાતે આગામી તા.૧૩ માર્ચ ૨૦૨૫ સુધી પ્રાણી કલ્યાણ પખવાડીયું -૨૦૨૫ તેમજ પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસની ઉજવણી કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં વધુમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version