ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑગસ્ટ, 2021
શુક્રવાર
મહારાષ્ટ્રનાં શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે મોટા પાયા પર રાજ્યમાં 17 ઑગસ્ટથી સ્કૂલ ખુલ્લી મૂકવામાં આવશે એવી જાહેરાત કરી હતી, પરંતુ તેમની જાહેરાતના 24 કલાકમાં જ તેમણે પોતાનો નિર્ણય બદલી નાખવો પડ્યો હતો. કોરોનાની ત્રીજી લહેરનું સૌથી વધુ જોખમ બાળકોને હોવાની નિષ્ણાતોએ ચેતવણી આપી છે. એથી સ્કૂલ ખુલ્લી મૂકવા સામે રાજ્યની ટાસ્ક ફોર્સે વિરોધ કર્યો હતો. સ્કૂલ ખોલવાના નિર્ણયને લઈ સરકારને થૂંકેલું ગળવું પડ્યું છે.
રાજ્યમાં સ્કૂલો ખોલવાને મુદ્દે સરકારના આ નિર્ણયથી વાલીઓને થઈ રાહત; જાણો વિગત
ગ્રામીણ વિસ્તારમાં 8થી 12મા ધોરણની સ્કૂલ તો પહેલાંથી ચાલી રહી છે. બાકીના ધોરણની સ્કૂલ 17 ઑગસ્ટથી શરૂ કરવાની વર્ષા ગાયકવાડે જાહેરાત કરી હતી. જોકે ટાસ્ક ફોર્સના વિરોધ બાદ હવે તેમણે સ્કૂલ ખોલવાનો નિર્ણય જિલ્લા સ્તરના અધિકારીઓને માથે થોપી દીધો છે. તેમણે કહ્યું હતું કે બાળકોની સુરક્ષા અને આરોગ્ય જ અમારું પ્રાધાન્ય રહેશે. ટાસ્ક ફોર્સ અને સરકાર ચર્ચા કરશે ત્યાર બાદ સ્કૂલ ખોલવાને લઈને અંતિમ નિર્ણય લેવાશે. છતાં સ્થાનિક સ્તરે પાંચમાથી સાતમા ધોરણના વર્ગ ચાલુ કરવાનો નિર્ણય હવે નગરપાલિકા, નગરપંચાયત અને મહાપાલિકા તેમના વિસ્તારમાં રહેલી દર્દીની સંખ્યા અને અન્ય શરતોને આધારે જ કરશે.

Leave a Reply