ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર
મહારાષ્ટ્ર સરકારે લાગેલું ૧૫ મેં સુધી નું લોકડાઉન હવે પુરું થવાના આરે છે. ત્યારે મહારાષ્ટ્ર સરકાર આ લોકડાઉનને વધુ 15 દિવસ વધારે તેવી શક્યતા બળવત્તર થઇ રહી છે. મહારાષ્ટ્રમાં બુધવારે ૩૭,૦૦૦ કોરોના ના કેસ નોંધાયા છે. આ સંખ્યા છેલ્લા ૪૧ દિવસની સૌથી ઓછી સંખ્યા છે. જોકે આ સમગ્ર વિષય સંદર્ભે મીડિયા સાથે વાતચીત કરતા મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે જો લોકડાઉન ને ખોલવામાં આવે તો આ પરિસ્થિતિ હાથ માં થી બહાર નીકળી જશે. હજી સુધી પરિસ્થિતિ 100% કાબૂમાં આવી નથી. મહારાષ્ટ્રના 21 જિલ્લામાં પરિસ્થિતિ વણસી છે જ્યારે કે ૧૫ જિલ્લામાં પરિસ્થિતિ સુધરી છે. મુંબઈ અને થાણે જેવા વિસ્તારમાં પરિસ્થિતિ પૂર્ણપણે કાબૂમાં છે. આથી સરકાર વિચાર કરી રહી છે કે જ્યાં પરિસ્થિતિ સુધરી હોય ત્યાં ઓછા કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવે. તેમજ જ્યાં પરિસ્થિતિ વધુ ખરાબ હોય ત્યાં વધુ કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવે. પરંતુ એક વાત નક્કી છે કે પ્રતિબંધ તો રહેશે જ.