ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૮ એપ્રિલ 2021
બુધવાર
મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં લોકડાઉન પહેલી મે પછી લાગુ રહેશે. આ સંદર્ભે મહારાષ્ટ્રના મંત્રીમંડળમાં ફેંસલો થયો છે. મંત્રીમંડળની બેઠક પછી મીડિયા સાથે વાત કરતા આરોગ્યમંત્રી રાજેશ ટોપે એ પત્રકારોને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ અતિગંભીર હોવાને કારણે લોકડાઉન ને લંબાવ્યા સિવાય બીજો કોઈ માર્ગ સૂઝતો નથી. જ્યારે કે આલોકડાઉન નું સ્વરૂપ કેવું હશે તે સંદર્ભે પહેલી તારીખે જાહેરાત કરવામાં આવશે. શક્ય છે કે લોકડાઉન ના નિયમો થોડા હળવા કરવામાં આવે. પરંતુ પહેલી મે થી 15 મેં સુધી એટલે કે ૧૫ દિવસ સુધી લોકડાઉન ને લંબાવવામાં આવશે.
મોટા સમાચાર : કોંગ્રેસ પાર્ટીના મુંબઈના ભૂતપૂર્વ સાંસદ નું થયું કોરોના થી નિધન.
