ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે 2021
સોમવાર
૧૫મી મેના રોજ સમગ્ર મહારાષ્ટ્રમાં lockdown ની તારીખ સમાપ્ત થઈ રહી છે ત્યારે મહારાષ્ટ્રની અલગ-અલગ મહાનગરપાલિકાઓ એ પોતાના ક્ષેત્રમાં સંપૂર્ણ lockdown ની તારીખ જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. જે મહાનગરપાલિકાઓમાં પરિસ્થિતિ વિકટ બને છે તે મહાનગરપાલિકાઓ એ પોતાના ક્ષેત્ર માં lockdown ની નવી તારીખ જાહેર કરી છે. આ તારીખો નીચે મુજબ છે.
૧. નાસિક જિલ્લામાં મહાનગરપાલિકા એ 12 તારીખ થી 22 તારીખ સુધી lockdown જાહેર કર્યું
૨. સતારા પાંચ તારીખ થી 14 તારીખ સુધી
૩. સોલાપુરમાં 8 તારીખ થી 15 તારીખ સુધી
૪. સિંધુદુર્ગમાં 9 તારીખ થી 15 તારીખ સુધી
૫. અમરાવતી, આકોલા અને યવતમાળ, વાશીમ માં ૯ થી 15 તારીખ સુધી
૬. બુલઢાણા માં 10 તારીખ થી 20 તારીખ સુધી.
૭. વર્ધામાં 8 તારીખથી 13 તારીખ સુધી. lockdown લાગુ કરાયું છે.
આ lockdown સંપૂર્ણ રીતે કડક રહેવાનું છે. મહાનગરપાલિકા ઈચ્છે છે કે તેમના વિસ્તારમાં કોરોના ના કેસ ઝડપથી કાબૂમાં આવે. આથી આ કઠોર પગલાં લેવામાં આવ્યા છે.