ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 1 એપ્રિલ 2021
ગુરૂવાર
મહારાષ્ટ્રના ચાર જિલ્લાઓમાંથી lockdown ખસેડી નાખવામાં આવ્યું છે. આ ચાર જિલ્લાઓના નામ ઓરંગાબાદ, નાંદેડ, બીડ અને જાલના છે. જ્યારે કે અન્ય બે જિલ્લાઓ એટલે કે પરભણી અને હિંગોલી માં lockdown ના નિયમો ચાલુ રાખવામાં આવ્યા છે.
વાત એમ છે કે મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ સ્થાનિક વેપારી અને લોકો દ્વારા lockdown નો જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો છે. સત્તાધીશોનું માનવું છે કે lockdown ચાલુ રહેવું જોઈએ પરંતુ સામાન્ય લોકો આ માટે તૈયાર નથી.
બીજી તરફ રાજનૈતિક ગલીઓમાં ચર્ચા છે કે જે જિલ્લાના પાલક મંત્રીઓ સ્થાનિક છે તેઓ પ્રશાસન પાસે થી સફળ રીતે lockdown કેન્સલ કરવામાં સફળ રહ્યા છે. જ્યારે કે જે બે જિલ્લામાં lockdown લાગુ છે તેના પાલક મંત્રી મુંબઈ શહેરના છે. આ કારણથી અહીં lockdown ચાલુ રહેવા પામ્યું છે.
આમ મહારાષ્ટ્રમાં કોરા ના કેસ ભલે ભયજનક રીતે વધી રહ્યા હોય પરંતુ lockdown રદ થવાની શરૂઆત થઇ છે.
