Site icon

મોટા સમાચાર; મહારાષ્ટ્રમાં આ પાંચ તબક્કામાં હટાવાશે લૉકડાઉન, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 3 જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને અનલૉક અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાહત અને પુનર્વસન પ્રધાન વિજય વડેટ્ટીવારે મીડિયાને માહિતી આપી હતી કે રાજ્યને પાંચ તબક્કામાં અનલૉક કરવામાં આવશે, આવતીકાલથી આ નિર્ણયનો અમલ થશે અને દર શુક્રવારે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.

પ્રથમ તબક્કામાં પાંચ ટકા પૉઝિટિવિટી રેટ અને 25 ટકા કરતાં ઓછા ઑક્સિજન બેડની ઑક્યુપન્સી છે એવા ૧૮ જિલ્લાઓ છે. ઔરંગાબાદ, ભંડારા, બુલઢાણા, ચંદ્રપુર, ધુળે, ગઢચિરોલી, ગોંડિયા, જલગાંવ, જાલના, લાતુર, નાગપુર, નાંદેડ, નાસિક, પરભણી, થાણે, વર્ધા, વશીમ, યવત્તમાળ આ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં જિમ, સલૂન ચાલુ રહેશે. રેસ્ટોરાં, મૉલ્સ, ઈ-કૉમર્સ ચાલુ રહેશે. બાગ, ખાનગી, સરકારી કચેરીઓ 100 ટકા શરૂ થશે. તેમ જ થિયેટરો શરૂ થશે, ફિલ્મના શૂટિંગની પરવાનગી, જાહેર કાર્યક્રમો, લગ્ન સમારોહમાં 100 ટકા છૂટ આપવામાં આવી છે.

તો શું 2022માં થનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી લંબાઈ જશે? જાણો વધુ વિગત

બીજા તબક્કામાં પાંચ ટકા પૉઝિટિવિટી દર ધરાવતા અને ઑક્સિજન બેડની ઑક્યુપન્સી ૨૫થી ૪૦ ટકા વચ્ચે હશે એનો સમાવેશ થશે. આ તબક્કામાં અહમદનગર, અમરાવતી, હિંગોલી, મુંબઈ શહેર, મુંબઈ ઉપનગરો, નંદુરબાર જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં 50 ટકા ક્ષમતા સાથે રેસ્ટોરાં, મૉલ, થિયેટરો કાર્યરત થઈ શકશે. લોકલ ટ્રેન શરૂ નહીં થાય. જાહેર સ્થળો, મેદાન, બાંધકામ, કૃષિ કાર્યો, ઈ-સેવાઓ પૂર્ણપણે શરૂ રહેશે. જિમ, સલૂન, સ્પા, વેલનેસ સેન્ટર 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લાં રહેશે. બસો બેઠક ક્ષમતામાં સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત રહેશે.

ત્રીજા તબક્કામાં 5થી ૧10 ટકા પૉઝિટિવિટી રેટ અને ૪૦ ટકાથી વધુ ઑક્સિજન બેડ ઑક્યુપન્સી ધરાવતા જિલ્લાઓનો સમાવેશ થાય છે. ત્રીજા તબક્કામાં અકોલા, બીડ, કોલ્હાપુર, ઉસ્માનબાદ, પાલઘર, રત્નાગિરિ, સાંગલી, સતારા, સિંધુદુર્ગ, સોલાપુર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ચોથા તબક્કામાં 10થી 20 ટકા પૉઝિટિવિટી રેટ અને 60 ટકાથી વધુ ઑક્સિજન બેડ ઑક્યુપન્સી ધરાવતા જિલ્લાઓનો સમાવેશ થાય છે. પુણે અને રાયગઢ જિલ્લાઓનો સમાવેશ ચોથા તબક્કામાં કરવામાં આવ્યો છે.

પાંચમા તબક્કમાં 20 ટકાથી વધુના પૉઝિટિવિટી રેટ અને 75 ટકાથી વધુ ઑક્સિજન બેડ ઑક્યુપન્સી ધરાવતા જિલ્લાઓનો સમાવેશ થાય છે. પાંચમા જૂથમાં કાયમી રેડ ઝોનના નિયમો લાગુ પડશે.

જોકેબીજી તરફ મંત્રીમહોદયના આ નિવેદન અને જાહેરાતને મંત્રાલયના ચીફ સેક્રેટરીએ રદિયો આપ્યો છે. પોતાના લેખિત નિવેદનમાં ચીફ સેક્રેટરીએ જણાવ્યું છે કે આવા પ્રકારનો કોઈ ઑફિશિયલ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સંદર્ભે વિચાર ચાલી રહ્યો છે અને બહુ જલદી નિર્ણય જણાવવામાં આવશે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version