Loco Pilots Stop Train Save Lions રેલવે ટ્રેક પર અચાનક આવી પહોંચ્યા ૫ સિંહ, લોકો પાઈલટ્સે સમયસૂચકતા વાપરીને આ રીતે બચાવ્યા ની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના, રેલવે ટ્રેક પર આવી ગયેલા ૫ સિંહોનો જીવ બચાવ્યો, વીડિયો વાયરલ

Loco Pilots Stop Train Save Lions અમરેલીપીપાવાવ ટ્રેક પર સિંહોનું ટોળું સામે આવતાં જ લોકો પાઈલટે તાત્કાલિક ઈમરજન્સી બ્રેક મારી ટ્રેન રોકી દીધી

by Krishna
Loco Pilots Stop Train Save Lions    રેલવે ટ્રેક પર અચાનક આવી પહોંચ્યા ૫ સિંહ, લોકો પાઈલટ્સે સમયસૂચકતા વાપરીને આ રીતે બચાવ્યા  
ની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના, રેલવે ટ્રેક પર આવી ગયેલા ૫ સિંહોનો જીવ બચાવ્યો, વીડિયો વાયરલ

 

News Continuous Bureau | Mumbai

Loco Pilots Stop Train Save Lions ગુજરાતના ગીર સોમનાથ અને અમરેલી વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઈન પર લોકો પાઈલટ્સની સમયસૂચકતાના કારણે એક મોટો અકસ્માત ટળ્યો છે. રાત્રિના સમયે રેલવે ટ્રેક પર અચાનક ૫ એશિયાટિક સિંહોનું ટોળું આવી જતાં લોકો પાઈલટે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ઈમરજન્સી બ્રેક મારીને ટ્રેન થંભાવી દીધી હતી, જેનાથી પાંચેય સિંહોનો જીવ બચી ગયો હતો.

Loco Pilots Stop Train Save Lions – અંધારામાં ટ્રેકની સામે આવી ગયું સિંહોનું આખું ટોળું

મળતી માહિતી મુજબ, અમરેલી-પીપાવાવ રેલવે સેક્શન પરથી માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે અંધારામાં અચાનક જ પાંચ સિંહો એકસાથે ટ્રેક પર આવી ચડ્યા હતા. ટ્રેક પર સિંહોની હાજરી જોતાં જ ટ્રેનના લોકો પાઈલટ અને આસિસ્ટન્ટ લોકો પાઈલટે ત્વરિત બુદ્ધિમત્તા વાપરીને ઈમરજન્સી બ્રેક લગાવી હતી.

Loco Pilots Stop Train Save Lions – સિંહો સુરક્ષિત રીતે ટ્રેક ઓળંગી જંગલમાં ગયા બાદ ટ્રેન આગળ રવાના કરાઈ

ટ્રેન એકદમ નજીક આવીને ઊભી રહી ગઈ હતી, જેથી સિંહો સાથેની ભયાનક ટક્કર ટળી હતી. ટ્રેન રોકાયા બાદ પાંચેય સિંહો આરામથી રેલવે ટ્રેક ઓળંગીને સુરક્ષિત રીતે જંગલ વિસ્તાર તરફ ચાલી ગયા હતા. સિંહો સંપૂર્ણપણે સલામત સ્થળે પહોંચી ગયાની ખાતરી કર્યા બાદ જ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી.

Loco Pilots Stop Train Save Lions – લોકો પાઈલટ્સની ત્વરિત કામગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ સમગ્ર ઘટનાનો વીડિયો કેબિનમાંથી શૂટ કરવામાં આવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વન વિભાગ અને રેલવે મંત્રાલય દ્વારા લોકો પાઈલટ્સની આ સમયસૂચકતા અને વન્યજીવો પ્રત્યેની સંવેદનશીલતાની ભારે સરાહના કરવામાં આવી રહી છે.

👉 આ સમાચાર વાચો:
Mumbai Digital Arrest Scam મુંબઈમાં ૭૫ વર્ષના વૃદ્ધા ‘ડિજીટલ અરેસ્ટ’ સાયબર ફ્રોડનો શિકાર, સીબીઆઈ અધિકારી બનીને કરોડોલાખોની ઠગાઈ આચરનાર ઠગ ઝડપાયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More