Lok Sabha Election 2024: ભોપાલથી ટિકિટ ન મળતાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું, કદાચ મોદીજીને મારા કેટલાક શબ્દો ગમ્યા નહીં હોય.

Lok Sabha Election 2024: ભાજપે શનિવારે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ વખતે આલોક શર્માને ભોપાલ સીટથી ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ મધ્યપ્રદેશની 29માંથી 24 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ યાદીમાં રાજ્યના બે વર્તમાન સાંસદો, ભોપાલથી પ્રજ્ઞા ઠાકુર અને ગુનાથી કેપી શર્માની ટિકિટ કાપવામાં આવી છે, જેના સ્થાને હવે જ્યોતિરાદિત્ય સિંધિયા ચૂંટણી લડશે.

by Bipin Mewada
Lok Sabha Election 2024 After not getting the ticket from Bhopal, Pragya Singh Thakur said, perhaps Modi ji might not have understood some of my words

News Continuous Bureau | Mumbai 

Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ મધ્યપ્રદેશના ભોપાલના સાંસદ ( Bhopal MP ) પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત 34 વર્તમાન સાંસદોની ટિકિટ રદ્દ કરી દીધી છે.જો કે, પ્રજ્ઞા સિંહ ઠાકુર તેના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમની ટિકિટ કેમ કેન્સલ ( Ticket Cancelled ) કરવામાં આવી? ત્યારે મિડીયા સાથે વાત કરતા પ્રજ્ઞા સિંહે કહ્યું હતું કે, ‘કદાચ મેં કેટલાક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જે મોદીજીને પસંદ નહી આવ્યા હોય.’ 

ઉલ્લેખનીય છે કે, ભાજપે ( BJP ) શનિવારે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ વખતે આલોક શર્માને ભોપાલ સીટથી ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ મધ્યપ્રદેશની 29માંથી 24 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ યાદીમાં રાજ્યના બે વર્તમાન સાંસદો, ભોપાલથી પ્રજ્ઞા ઠાકુર અને ગુનાથી કેપી શર્માની ટિકિટ કાપવામાં આવી છે, જેના સ્થાને હવે જ્યોતિરાદિત્ય સિંધિયા ચૂંટણી લડશે.

જ્યારે પ્રજ્ઞા ઠાકુરને આ વિશે પૂછવામાં આવ્યું કે, પાર્ટીએ તેમને આગામી લોકસભા ચૂંટણી માટે ટિકિટ કેમ ન આપી? ત્યારે મિડીયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ‘આ પાર્ટીનો નિર્ણય છે, ટિકિટ કેમ કાપવામાં આવી, કેવી રીતે કાપવામાં આવી તે વિશે કોઈએ વિચારવું જોઈએ નહીં. મેં અગાઉ ટિકિટ માંગી ન હતી અને હાલ પણ માંગી નથી.

 પ્રજ્ઞા ઠાકુરે તેના ગોડસેના નિવેદનને યોગ્ય ઠેરવતા કહ્યું હતું કે, તેણે જે કહ્યું તે સત્ય હતું….

વાસ્તવમાં વડાપ્રધાન મોદી ( Narendra Modi ) પ્રજ્ઞા ઠાકુરથી નારાજ હતા. તેમણે મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને એક ‘સાચો દેશભક્ત’ ગણાવ્યો હતો, જેના પર મોદીએ એક સંબંધોન વખતે લોકોને કહ્યું હતું કે, તેઓ નથુરામ ગોડસે જેવાને દેશભક્ત ગણાવનારને ક્યારે પણ માફ કરી શકશે નહીં. જે બાદ પ્રજ્ઞા ઠાકુરે નિવેદન આપતા કહ્યું હતું કે, તેણે ગોડસેના નિવેદન માટે લોકોની અને પાર્ટીની માફી માંગી હતી. પરંતુ પાર્ટી મહાત્મા ગાંધીનું અપમાન કરવા બદલ હજી પણ પ્રજ્ઞા ઠાકુર પર નારાજ હોય તેવું લાગી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai: મુંબઈ ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ બાંદ્રા ફ્લાયઓવર પર ખોટી દિશામાં બાઈક ચલાવતો ડૅશ કેમમાં થયો કેદ..

ભાજપે તેની પ્રથમ ઉમેદવારોની યાદી બહાર પાડ્યા બાદ પ્રજ્ઞા ઠાકુરે મિડીયા સાથે વાત કરતી વખતે જણાવ્યું હતું કે, મેં કેટલાક એવા શબ્દોનો ઉપયોગ કર્યો હશે. જે મોદીજીને પસંદ ન આવ્યા હોય અને તેમણે કહ્યું હતું કે તેઓ મને માફ નહીં કરે, પરંતુ મેં તેના માટે પહેલેથી જ માફી માંગી લીધી છે. જો કે મારા સાચા બોલવાથી વિરોધીઓ અને કોંગ્રેસના લોકો ચિડાય છે અને મારી આડમાં તેઓ મોદીજી પર હુમલો કરે છે.

વધુમાં પ્રજ્ઞા ઠાકુરે તેના ગોડસેના નિવેદનને યોગ્ય ઠેરવતા કહ્યું હતું કે, તેણે જે કહ્યું તે સત્ય હતું. પરંતુ મીડિયાએ તેને આ નિવેદનને વિવાદાસ્પદ ગણાવીને આ મુદ્દાને વધુ ઉછાળ્યો હતો. તેમજ જો તેમને ટિકિટ ન આપવામાં આવે તો પાર્ટી છોડવાના તેમના સંભવિત વિચારો વિશે પૂછવામાં આવતા પ્રજ્ઞા ઠાકુરે કહ્યું, ‘મારો પક્ષ છોડવાનો કોઈ વિચાર નથી. સંગઠન મને જે પણ જવાબદારી આપશે તે હું નિભાવીશ અને જ્યાં જરૂર પડશે ત્યાં હાજર પણ રહીશ. .’

નોંધનીય છે કે, માલેગાંવ બ્લાસ્ટની આરોપી પ્રજ્ઞા સિંહ ઠાકુરને 2019ની લોકસભા ચૂંટણીમાં ભોપાલથી બીજેપીએ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉભી કરી હતી. તેણે તેના પ્રચાર દરમિયાન, મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેને “સાચો દેશભક્ત” ગણાવ્યો હતો, પરંતુ વિવાદ પછી, પ્રજ્ઞા ઠાકુરે તેના નિવેદન માટે માફી માંગી હતી અને એમ પણ કહ્યું હતું કે તે “ગાંધીજીનું સન્માન કરે છે અને તેમના કાર્યને ક્યારેય ભૂલી નહી શકે.

પાર્ટીના નેતાના આવા વિવાદાસ્પદ નિવેદનને કારણે તે સમયે ભાજપની ઘણી ટીકા થઈ હતી. કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓએ પીએમ નરેન્દ્ર મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમને મૌન તોડવાની અપીલ કરી હતી. ગૃહમંત્રી અમિત શાહ પણ પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદનથી નારાજ થયા હતા અને આવુ નિવેદન શું કામ આપ્યું તે માટે જવાબ માંગ્યો હતો. જો કે ભાજપે તેમની ઉમેદવારી રદ કરી ન હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહને 3.64 લાખ મતોના જંગી અંતરથી હરાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Mushroom farming: આ ખેડૂત ભાઈએ પરંપરાગત ખેતી છોડી શરૂ કરી આ પાકની આધુનિક ખેતી, હવે કરે છે બમણી કમાણી..

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More