News Continuous Bureau | Mumbai
Lok Sabha election 2024: દેશભરમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. દેશમાં કુલ 7 તબક્કામાં ચૂંટણીનું શેડયુલ જાહે કરવામાં આવ્યું છે. એવા સમયે હવે મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી ( BJP )ને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યસભાના સાંસદ અજય પ્રતાપ સિંહે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ( Resignation ) આપી દીધું છે.
માનવામાં આવે છે કે અજય પ્રતાપ સિંહ ( Ajay Pratap Singh ) લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ હતા. અજય પ્રતાપ સિંહે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માને પોતાનું રાજીનામું મોકલી દીધું છે અને તેની કોપી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
ભાજપે એમપીની તમામ 29 લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં અજય પ્રતાપ સિંહને ટિકિટ આપવામાં આવી નથી. જો કે, સીધીમાં ભાજપે રાજેશ મિશ્રાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
પાર્ટી છોડી ચૂકેલા અજય પ્રતાપ સિંહ માત્ર સિધીથી જ ચૂંટણી લડવા માંગતા હતા..
ભાજપે તાજેતરમાં લોકસભા ચૂંટણી માટે મધ્યપ્રદેશની ( Madhya Pradesh ) 29 બેઠકો માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. પાર્ટીએ સિધી સીટથી રાજેશ મિશ્રા, છિંદવાડા સીટથી વિવેક ‘બંટી’ સાહુ, બાલાઘાટ સીટથી ભારતી પારધી, ઉજ્જૈન સીટથી અનિલ ફિરોજિયા, ધારથી સાવિત્રી ઠાકુર અને ઈન્દોર સીટથી શંકર લાલવાણીને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટી છોડી ચૂકેલા અજય પ્રતાપ સિંહ માત્ર સિધીથી જ ચૂંટણી લડવા માંગતા હતા. એવી અટકળો છે કે હવે અજય પ્રતાપ સિંહ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Elections: પ્રખ્યાત ગાયિકા અનુરાધા પૌડવાલ ભાજપમાં જોડાતા આપ્યુ આ નિવેદન.. જુઓ વિડીયો..
નોંધનીય છે કે, વિવેક ‘બંટી’ સાહુ છિંદવાડાથી કોંગ્રેસના ઉમેદવાર નકુલનાથ સામે ચૂંટણી લડશે. આ સીટ પર બંટીને રિપીટ કરવામાં આવ્યા છે. તે જ સમયે, પાર્ટીએ ફરીથી ઇન્દોરથી શંકર લાલવાણી અને ઉજ્જૈનથી અનિલ ફિરોજિયા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જ્યારે ભારતી પારધીને પહેલીવાર બાલાઘાટથી ટિકિટ મળી છે. જ્યારે સાવિત્રી ઠાકુરને બીજી વખત ધારથી ટિકિટ મળી હતી.