News Continuous Bureau | Mumbai
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે માત્ર બે સપ્તાહ જ બાકી છે. આવી સ્થિતિમાં મતદાનની ટકાવારી વધારવા માટે ચૂંટણી પંચે ( Election Commission ) નવો પ્લાન તૈયાર કર્યો છે.
મતદાન વધારવા માટે ઉત્તરાખંડ ( Uttarakhand ) ચૂંટણી પંચે હોટલ એસોસિએશનને મતદાન બાદ હોટલ અને રેસ્ટોરન્ટમાં ( hotels & restaurants ) 20 ટકા ડિસ્કાઉન્ટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો આ દિશામાં સકારાત્મક પરિણામ આવશે તો 19 એપ્રિલ પછી બીજા દિવસે એટલે કે 20 એપ્રિલે મતદારોને હોટલ અને રેસ્ટોરન્ટમાં 20 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
મતદાનના 48 કલાક પહેલાથી લઈને મતદાનના અંત સુધી ડ્રાય ડે રહેશે..
અધિક મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે, ઉત્તરાખંડમાં મતદાનની ટકાવારી વધારવા માટે ઘણી સંસ્થાઓ દ્વારા સહકાર આપવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે આ સંદર્ભમાં 20 ટકા ડિસ્કાઉન્ટ ( discount ) અંગે ચર્ચા કરવામાં આવશે અને તેની માહિતી હોટેલ એસોસિએશન દ્વારા આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : A malignant concern: અપોલો હેલ્થ રિપોર્ટનો ચોંકવનારો દાવો, ભારતને હવે વિશ્વમાં ‘કેન્સર કેપિટલ’ તરીકે જાહેર કરવામાં આવ્યું..
ચૂંટણી અધિકારીએ વધુમાં કહ્યું હતું કે, મતદાન દરમિયાન, તબીબી કટોકટીની સ્થિતિમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓને બચાવવા માટે બે હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ હેલિકોપ્ટર ચૂંટણી ટીમો પરત ન આવે ત્યાં સુધી તૈનાત રહેશે.
તેમજ ચૂંટણી અધિકારીએ આગળ કહ્યું હતું કે, મતદાનના 48 કલાક પહેલાથી લઈને મતદાનના અંત સુધી ડ્રાય ડે રહેશે. એટલે કે આ સમયગાળા દરમિયાન તમામ દારૂની દુકાનો બંધ રહેશે. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના જિલ્લાઓમાં જ્યાં 19 એપ્રિલે મતદાન થશે, ત્યાં 17 એપ્રિલે સાંજે 5 વાગ્યાથી 19 એપ્રિલે સાંજે 6 વાગ્યા સુધી ડ્રાય ડે રહેશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, અલગ-અલગ તબક્કામાં થઈ રહેલા મતદાન દરમિયાન તેમની સરહદને અડીને આવેલા ઉત્તરાખંડના જિલ્લાઓની 3 કિલોમીટરની ત્રિજ્યામાં પણ 48 કલાકનો ડ્રાય ડે રહેશે.
 
			         
			         
                                                        