News Continuous Bureau | Mumbai
Lok Sabha Election 2024 : દેશ પર વર્ષો સુધી શાસન કરનાર કોંગ્રેસે ગરીબી નાબૂદી જેવા અનેક વચનો આપ્યા હતા. પરંતુ આ વચનોમાંથી એકપણ વાયદો પૂરો થયો નથી. રાજ્ય ભાજપ ( BJP ) ના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યે ( Keshav Upadhyay ) એ ગુરુવારે ટીકા કરી હતી કે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી ૫ વસ્તુઓની ગેરંટી ચાઈના મેડ વસ્તુ જેવી છે. તેઓ ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં બોલી રહ્યા હતા. આ પ્રસંગે ભાજપના રાજ્ય મીડિયા વિભાગના વડા નવનાથ બન, પ્રવક્તા ઓમપ્રકાશ ચૌહાણ અને અન્યો ઉપસ્થિત હતા.
કોંગ્રેસની નવી ગેરંટીથી દેશની જનતા મૂર્ખ નહીં બને
શ્રી. ઉપાધ્યેએ કહ્યું કે નકલ કરવા અક્કલ લાગે અને કૉંગ્રેસ પાસે એ અક્કલ નથી. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકારની નક્કલ કરીને આ બાબત દેશને દાખવી દીધી. માત્ર એક જ પરિવારના વિકાસની ગેરંટી આપનારી કોંગ્રેસની નવી ગેરંટીથી દેશની જનતા મૂર્ખ નહીં બને. તેનાથી વિપરીત દેશના વિકાસનો પ્રણ લેનારી મોદી સરકારની ઝોળી માં જંગી બહુમતી આપી સત્તાનું દાન કરશે.
વડાપ્રધાન મોદીએ દેશને વિકાસની ગેરંટી આપી અને તે પૂર્ણ કરી બતાવી
છેલ્લા ૧૦ વર્ષમાં દરેક ચૂંટણીમાં મતદારોએ નકારી કાઢ્યા બાદ પણ ફરી એકવાર કોંગ્રેસ ( Congress ) ના નેતાઓ મોહબ્બત કી દુકાન જેવા કપટનો મુખવટો ધારણ કરીને લોકો પાસે મતોની યાચના કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ દેશને વિકાસની ગેરંટી આપી અને તે પૂર્ણ કરી બતાવી. વડાપ્રધાન મોદીએ દેશને બાંહેધરી આપી છે કે દેશમાં ગરીબ, યુવા, મહિલા અને ખેડૂતો એ ચાર જાતિ છે અને તેમના વિકાસ માટે ભાજપ કટિબદ્ધ છે. ગરીબી હટાવોનો નારા લગાવનાર અને પક્ષમાં પ્રભુત્વ ધરાવતા ગાંધી પરિવારના થોડાક કોંગ્રેસી નેતાઓની ગરીબી હટાવવામાં આવી, પરંતુ દેશ વધુને વધુ ગરીબ થતો ગયો. ખેડૂત દેવાદાર બની ગયો. તેમણે એમ પણ કહ્યું હતું કે, ખેડૂતોના દેવા મુક્તિના નામે બેંકોની તિજોરી ભરવાનું પરાક્રમ કોંગ્રેસના શાસકોએ કર્યું છે પરંતુ દેવાનો બોજ ખેડૂતોના માથે નાખી દીધો છે.
આ સમાચાર પણ વાંચો : દક્ષિણ મુંબઇનાં આ વિસ્તારમાં આવેલી ૧૦૦ વર્ષ જૂની ચાલીઓના પુનઃવિકાસના ચક્રો ગતિમાન, મહાપાલિકા નક્કર પગલાં લે તેવી શક્યતા..
મોદી સરકાર દ્વારા જાહેર કરાયેલા દરેક સંકલ્પો પૂર્ણ થતા ચિત્ર દેશે જોયું
શ્રી ઉપાધ્યેએ કહ્યું કે વડાપ્રધાન મોદી ( PM Modi ) માત્ર ગેરંટીની જાહેરાત કરતા નથી, પરંતુ છેલ્લા દસ વર્ષમાં તેમના દ્વારા આપવામાં આવેલી દરેક ગેરંટી પૂરી થયાનો દેશે અનુભવ કર્યો છે. મોદી સરકારના પ્રયાસોથી દેશના ૨૫ કરોડ લોકોના કપાળે લાગેલી ગરીબી રેખા હંમેશ માટે મિટાવી દેવામાં આવી છે અને દુનિયાએ તેની નોંધ લીધી છે. મોદી સરકાર દ્વારા જાહેર કરાયેલા દરેક સંકલ્પો પૂર્ણ થતા ચિત્ર દેશે જોયું છે. કલમ 370 હટાવી, રામ મંદિરનું નિર્માણ, ઔદ્યોગિક વિકાસ, રોજગારીની તકો, મહિલા સશક્તિકરણ, દરેક ક્ષેત્રમાં મોદીની ગેરંટી સાચી છે તે સમજાયા બાદ હવે કોંગ્રેસ તેમની ગેરંટીની નકલ કરીને ન્યાય અને વિકાસની કાગળ પરની જાહેરાતો કરીને દેશની જનતાને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
નેતાઓ દેશમાં પદભ્રમણ કરવા નીકળી પડે છે
કોંગ્રેસની દરેક ઘોષણાઓની પોકળતા જનતા જાણે છે તેમ છતાં મોદીનું અનુકરણ કરતી વખતે કોંગ્રેસે પોતાની સામાન્ય સમજ એટલી હદે ગીરવે મૂકી દીધી છે કે મોદી જ્યારે મંદિરોમાં જાય છે ત્યારે કોંગ્રેસી નેતાઓ મંદિરોના પગથિયાં ઘસે છે, જ્યારે મોદી ગંગા સ્નાન કરે તો તેના નેતાઓ ડૂબકી લગાવે છે, જ્યારે મોદી પ્રચારયાત્રા કાઢે ત્યારે તેમના નેતાઓ દેશમાં પદભ્રમણ કરવા નીકળી પડે છે. આવી નકલ કરવાની લાહ્યમાં જ કોંગ્રેસે હવે પાંચ ન્યાય અને પચીસ ગેરંટીઓ આપી છે. જનતા પહેલેથી જ આવા પાંચ પચીસ છેતરપિંડીમાંથી પસાર થઈ ચૂકી હોવાથી, હવે નકલ પણ કામ નહીં કરે, એમ શ્રી ઉપાદ્યે એ જણાવતા કોંગ્રેસની ઠેકડી ઉડાડી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.