Site icon

Lok sabha Election 2024: ઉદ્ધવ ઠાકરેએ પ્રચાર રેલીમાં પીએમ મોદીએ પર કર્યા આકરા પ્રહાર, મોદીને ગુજરાત મોકલીને જ ઝંપીશ..

Lok sabha Election 2024: ઉદ્ધવ ઠાકરે શિવસેનાના ઉમેદવાર અનિલ દેસાઈ માટે એન્ટાપ હિલ ખાતે આયોજિત પ્રચાર રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તે સમયે તેમણે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર પણ નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, બાળાસાહેબ ઠાકરેનો રુમ, જેને તમે ઓરડો કહી રહ્યા છો તે અમારા માટે મંદિર છે

Lok sabha Election 2024 Uddhav Thackeray attacked PM Modi in a campaign rally, he will fight only by sending Modi to Gujarat.

Lok sabha Election 2024 Uddhav Thackeray attacked PM Modi in a campaign rally, he will fight only by sending Modi to Gujarat.

News Continuous Bureau | Mumbai

Lok sabha Election 2024: શિવસેના (ઠાકરે જૂથ) પક્ષના વડા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે મુંબઈમાં પ્રચાર રેલીને સંબોધિત કરતી વખતે કેન્દ્ર અને રાજ્ય સરકારો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, પહેલા કોંગ્રેસ અને NCP અમારી વિરુદ્ધ હતા. ત્યારે અમે મોદીને ( Narendra Modi )  વડાપ્રધાન બનાવવા માટે પ્રચાર કરી રહ્યા હતા. પરંતુ હવે ભાજપના લોકો જ અમારી પાર્ટીને નકલી શિવસેના કહી રહ્યા છે. મહાવિકાસ આઘાડીની સરકાર આવ્યા બાદ ગુજરાતને તેનો હક્ક ચોક્કસ અપાવીશું. મોદીને ફરી ગુજરાત મોકલીને જ રહેશું. ઉદ્ધવે સત્તા પક્ષ પર આરોપ લગાવ્યો હતો કે દિલ્હી વાસીઓના ઈશારે મુંબઈને લૂંટવામાં આવી રહ્યું છે.

Join Our WhatsApp Community

ઉદ્ધવ ઠાકરે ( Uddhav Thackeray )  શિવસેનાના ઉમેદવાર અનિલ દેસાઈ માટે એન્ટાપ હિલ ખાતે આયોજિત પ્રચાર રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તે સમયે તેમણે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર પણ નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, બાળાસાહેબ ઠાકરેનું મંદિર, જેને તમે ઓરડો કહી રહ્યા છો, તે એ જ રૂમ હતો. જ્યાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જ્યારે તેમને મળવા માટે આવ્યા હતા. ત્યારે અમિત શાહ દ્વારા ફડણવીસને બહાર ઊભા રાખવામાં આવ્યા હતા.શર્મ આવવી જોઈએ. કંઈ નહીં તો તમારા મનની વાત તો સાંભળો, માતૌશ્રીના આ જ રુમમાં અટલજી, ગોપીનાથ મુંડે, પ્રમોદ મહાજન આવ્યા હતા. એ ઓરડો અમારા માટે મંદિર છે.

 Lok sabha Election 2024: હવે દેશને તમામ વસ્તુઓ 2047 સુધી મળશે, તો શું ત્યાં સુધી કોઈ રહેશે…

ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે, દેવેન્દ્ર ફડણવીસે ( Devendra Fadnavis ) મને એક વખત કહ્યું હતું કે તેઓ અઢી વર્ષ પછી આદિત્યને મુખ્યમંત્રી પદ માટે તૈયાર કરી રહ્યા છે. મેં કહ્યું, તે યુવાન છે, તેના મગજમાં આવી કંઈ રાજકીય રમત ન નાખો. તેમને ધારાસભ્ય તરીકે કામ કરવા દો. જો આદિત્યને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો શું તમે તેમની નીચે કામ કરશો? ફડણવીસે ત્યારે મને કહ્યું હતું કે, તેઓ દિલ્હી જશે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai: મુંબઈમાં રોડ ક્રોસ કરતી વખતે બેસ્ટ બસ જીવલેણ ટકકરથી શખ્સનું મોત થતાં ડ્રાઈવર સામે કેસ નોંધાયો..

પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવે આગળ કહ્યું હતું કે, આજે બીજેપીના ( BJP ) લોકોને દરેક ગામમાં આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અશોક ચવ્હાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હવે ચવ્હાણ વિચારી રહ્યા હશે કે કોંગ્રેસમાં રહ્યા હોત તો સારું થાત. નરેન્દ્ર મોદીએ 2014માં દેશની જનતાને કહ્યું હતું કે પાંચ વર્ષમાં આ વસ્તુઓ તમારા હાથમાં હશે. વર્ષ 2019માં કહેવામાં આવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં આ વસ્તુઓ થશે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વસ્તુઓ વર્ષ 2047 સુધીમાં થશે. હું પુછું છું કે, ત્યાં સુધી આ જોવા માટે આપણામાંથી કોઈ રહેશે કે નહીં તેની કોઈ ગેરંટી છે?

India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
US-India Trade War,India: શું ભારત રશિયાના તેલથી વંચિત રહ્યું? અમેરિકાના 500% ટેરિફના લલકાર અને ‘રશિયા કનેક્શન’ કાપવાના દાવાએ મચાવ્યો ખળભળાટ
Donald Trump Board of Peace: વિશ્વયુદ્ધ કે વિશ્વશાંતિ? ડોનાલ્ડ ટ્રમ્પ હવે ‘આજીવન અધ્યક્ષ’ બનવા તરફ! સંયુક્ત રાષ્ટ્રનું અસ્તિત્વ ભૂંસવા ટ્રમ્પ લાવ્યા અનોખી ફોર્મ્યુલા
Exit mobile version