Site icon

Lok Sabha Election: સંદેશખાલી પીડિતા વિરુદ્ધ ‘ડર્ટી પોલિટિક્સ’, બીજેપીમાંથી ટિકિટ મળતાં બસીરહાટમાં પોસ્ટર વોર થયુ શરુ.

Lok Sabha Election: ભાજપે પાત્રા વિરુદ્ધ પોસ્ટર લગાવવા બદલ રાજ્યમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) પર આંગળી ચીંધી છે. જ્યારે ટીએમસીએ આ આરોપને નકારી કાઢ્યો હતો. રેખા પાત્રાને બશીરહાટ લોકસભા સીટથી મેદાનમાં ઉતારવામાં આવી છે.

Lok Sabha Election 'Dirty politics' against the Sandeshkhali victim, poster war started in Basirhat after getting ticket from BJP.

Lok Sabha Election 'Dirty politics' against the Sandeshkhali victim, poster war started in Basirhat after getting ticket from BJP.

 News Continuous Bureau | Mumbai 

Lok Sabha Election: 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે સંદેશખાલી કેસની પીડિતામાંથી ( sandeshkhali survivor ) એક રેખા પાત્રાને પશ્ચિમ બંગાળની બસીરહાટ બેઠક પરથી લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. બસીરહાટ લોકસભા મતવિસ્તારમાંથી રેખા પાત્રાની ઉમેદવારી જાહેર કર્યા પછી, વિસ્તારમાં કેટલાક સ્થળોએ તેમના વિરુદ્ધ પોસ્ટરો દેખાયા હતા. આ હસ્તલિખિત પોસ્ટરોમાં ભાજપના ઉમેદવાર રેખા પાત્રાની નિંદા કરવામાં આવી હતી, જે સસ્પેન્ડેડ તૃણમૂલ કોંગ્રેસ નેતા શાહજહાં શેખ અને તેમના સહયોગીઓના હાથે કથિત રૂપે યાતનાની શિકાર થઈ હતી. 

Join Our WhatsApp Community

ભાજપે પાત્રા વિરુદ્ધ પોસ્ટર લગાવવા બદલ રાજ્યમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ ( TMC ) પર આંગળી ચીંધી છે. જ્યારે ટીએમસીએ આ આરોપને નકારી કાઢ્યો હતો. રેખા પાત્રાને ( Rekha Patra ) બસીરહાટ  લોકસભા સીટથી ( Basirhat lok sabha seat ) મેદાનમાં ઉતારવામાં આવી છે, જે અત્યાર સુધી સત્તાવાર ભાજપમાં સામેલ થઈ નથી. સંદેશખાલી બસીરહાટ મતવિસ્તારનો ભાગ છે. આ પોસ્ટર 25 માર્ચે બીજેપીએ સીટ પરથી પાત્રાના નામાંકનની જાહેરાત કર્યાના એક દિવસ બાદ લગાવવામાં આવ્યા હતા. તેમાં લખ્યું હતું કે ‘અમે રેખાને ઉમેદવારના રૂપમાં ઇચ્છતા નથી’ અને ‘અમે રેખા પાત્રાને ભાજપના ( BJP )  ઉમેદવારના રૂપમાં ઇચ્છતા નથી’ જેવી વાતો લખી હતી.

 ટીએમસીએ આ આરોપને નકારી કાઢ્યો છે…

એક સ્થાનિક નેતાએ નિવેદન આપતા કહ્યું હતું કે, આ પોસ્ટર અમારા નથી. તૃણમૂલ કોંગ્રેસે સસ્તી રાજનીતિ કરવા માટે આ કર્યું છે. જો કે ટીએમસીએ આ આરોપને નકારી કાઢ્યો છે. આ દરમિયાન પાત્રાને ઉમેદવાર બનાવાતા વિસ્તારની કેટલીક મહિલાઓએ ખુશી વ્યક્ત કરી છે. એક સ્થાનિક મહિલાએ નિવેદન આપતા કહ્યું હતું કે, અમે આ પહેલા ક્યારેય સાંસદને જોયા નથી. હવે આપણા ગામમાંથી જ એક સાંસદ બની શકે છે તેથી અમે બધા ખુબ જ ખુશ છીએ.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Mosque: બિડમાં મસ્જિદની દિવાલ પર જય શ્રી રામના નારા લખાતા મચ્યો હંગામો, પોલીસ તપાસ શરુ..

નોંધનીય છે કે, રેખા પાત્રા સંદેશખાલીના સૌથી મુખ્ય પ્રદર્શનકારીઓમાં સામેલ હતી. પોલીસ તેની ફરિયાદના આધાર પર સ્થાનિક બાહુબલી અને શાહજાહ શેખના સહયોગી શિબૂ હાજરાની ધરપકડ કરી હતી. માનવામાં આવે છે કે પાત્રા એ સમૂહનો પણ હિસ્સો હતી, જેણે 6 માર્ચે બારાસાતમાં વડાપ્રધાન મોદી સાથે તેમની જનસભા બાદ મુલાકાત થઈ હતી. જેમાં મહિલાઓએ વડાપ્રધાનને સંદેશખાલીની મહિલાઓની દુર્દશા બાબતે જણાવ્યું હતું.

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version