News Continuous Bureau | Mumbai
Lok Sabha Election Exit Poll : દેશમાં અત્યાર સુધીના એક્ઝિટ પોલ મુજબ ભાજપની ( BJP ) આગેવાની હેઠળની એનડીએ 400 બેઠકો જીતી શકશે નહીં. છેલ્લી બે લોકસભા ચૂંટણીની જેમ આ વર્ષે પણ NDA 300થી વધુ બેઠકો જીતી શકે છે, આ દાવો મોટાભાગના એક્ઝિટ પોલમાં કરવામાં આવ્યો છે. આ સમયે ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાએ દક્ષિણ ભારતના ત્રણ રાજ્યોના એક્ઝિટ પોલ જાહેર કર્યા હતા. ઈન્ડિયા ટુડે કેરળ, તમિલનાડુ અને કર્ણાટક ( Karnataka ) રાજ્યોના એક્ઝિટ પોલ રજૂ કર્યા હતા. જે પ્રમાણે કેરળ અને તમિલનાડુ ( Tamil Nadu ) આ બે રાજ્યોમાં ભાજપ પ્રવેશ કરી શકે છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં આ બંને રાજ્યોમાં ભાજપનો એક પણ સાંસદ ચૂંટાયો ન હતો. પરંતુ આ એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વર્ષે ભાજપ આ બંને રાજ્યોમાં પ્રવેશ કરશે. તમિલનાડુમાં લોકસભાની કુલ 39 બેઠકો છે.
ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ ( Exit Poll ) મુજબ ભારતીય જનતા પાર્ટી તમિલનાડુમાં 1 થી 3 સીટો જીતી શકે છે. જ્યારે દ્રવિડ મુનેત્ર કઝગમ પાર્ટીના નેતૃત્વમાં INDIA ગઠબંધનને ( INDIA coalition ) તમિલનાડુમાં 33 થી 37 બેઠકો મળશે. તમિલનાડુમાં AIADMKને માત્ર 1-2 બેઠકો ( Lok Sabha Seats ) મળવાની ધારણા છે. છેલ્લી બે ચૂંટણીમાં આ રાજ્યમાં ભાજપને એક પણ બેઠક મળી નથી. પરંતુ આ વર્ષે તેઓ તમિલનાડુમાં ખાતું ખોલશે તેવી આશા છે.
આ સમાચાર પણ વાંચો: Delegation Russia visit : લોકસભા ચૂંટણીનું પરિણામ આવતાની સાથે જ મહારાષ્ટ્ર સરકારનું પ્રતિનિધિમંડળ ફરિ રશિયાની મુલાકાતે જશે..
Lok Sabha Election Exit Poll : કેરળમાં પણ ભાજપની એન્ટ્રીની આ વખતે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે…
દરમિયાન કેરળમાં ( Kerala ) પણ ભાજપની એન્ટ્રીની આ વખતે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં કેરળમાં કોંગ્રેસની આગેવાની હેઠળની INDIA ગઠબંધનને 17થી 18 બેઠકો મળશે. તો ભાજપની આગેવાની હેઠળના એનડીએને રાજ્યમાં 2 થી 3 બેઠકો મળવાની સંભાવના છે. તમિલનાડુની જેમ ભાજપને છેલ્લી ચૂંટણીમાં કેરળમાં પણ એક પણ બેઠક મળી ન હતી. પરંતુ આ વર્ષે NDAને કેરળમાં 1 કે 2 બેઠકો મળવાનો અંદાજ છે. કેરળમાં અન્ય ડાબેરી પક્ષોને 1 કે 2 બેઠકો મળી શકે છે. આ રાજ્યમાં લોકસભાની કુલ 20 બેઠકો છે.
દરમિયાન, એવું લાગે છે કે કર્ણાટકમાં બીજેપી જોરદાર ધૂમ મચાવશે આ રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ લોકસભા ચૂંટણીમાં ભાજપને સારી સફળતા મળી છે. ઈન્ડિયા ટુડેના પોલમાં ભાજપને કર્ણાટકમાં 20 થી 22 સીટો મળશે. જ્યારે કોંગ્રેસ માત્ર 3 થી 5 બેઠકો જીતી શકે છે. તો જેડીએસ પાર્ટીને રાજ્યમાં 2 થી 3 બેઠકો મળવાની આશા છે. કર્ણાટકમાં લોકસભાની કુલ 28 બેઠકો છે.