News Continuous Bureau | Mumbai
Lok Sabha Election Result 2024 : લોકસભા ચૂંટણીના પરિણામો બાદ કેન્દ્ર સરકારની રચના માટે બેઠકોનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. આ બેઠકોના દોર વચ્ચે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અટકળો છે કે અજિત પવાર જૂથના 10થી 15 ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં છે. તો બીજી તરફ મુખ્યમંત્રી એકનાથ શિંદે ટૂંક સમયમાં કેબિનેટ વિસ્તરણ ઈચ્છે છે. અને દેવેન્દ્ર ફડણવીસના રાજીનામા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, તેઓ આ પદ પર ચાલુ રહે તેવી શક્યતા છે.
Lok Sabha Election Result 2024 : NCP ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં
અટકળો છે કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને મોટો ઝટકો લાગે તેવી શક્યતા છે. અહેવાલ છે કે 10 થી વધુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે NCP ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં છે. જો કે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.જણાવી દઈએ કે વરિષ્ઠ પવારની આગેવાની હેઠળની એનસીપીએ 8 લોકસભા બેઠકો જીતી છે.
આ સમાચાર પણ વાંચો: Free Aadhaar Update : જલ્દી કરો.. આ તારીખ પછી નહીં થાય મફતમાં આધાર અપડેટ, અપડેટ કરાવવા માટે ચૂકવવો પડશે ચાર્જ..
Lok Sabha Election Result 2024 : લગભગ 18 થી 19 ધારાસભ્યો પાર્ટીમાં પાછા આવવા માંગે છે..
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પવારના વરિષ્ઠ પૌત્ર અને કર્જત-જામખેડના ધારાસભ્ય રોહિત પવારે કહ્યું હતું કે, ‘લગભગ 18 થી 19 ધારાસભ્યો (અજિત પવાર કેમ્પના) પાર્ટીમાં પાછા આવવામાં રસ દાખવી રહ્યા છે, પરંતુ જેઓ મુશ્કેલ સમય શરદ પવાર સાથે ઉભા હતા, તે લોકો તેમના માટે સૌથી મહત્વપૂર્ણ છે અને પાર્ટીની પ્રાથમિકતા રહેશે.
દરમિયાન જયંત પાટીલે સ્વીકાર્યું છે કે ઘણા લોકો સંપર્કમાં છે, પરંતુ પાર્ટીની અંદર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 9મી જૂને પાર્ટી કારોબારીની બેઠક મળશે, ત્યાં નિર્ણય લેવામાં આવશે.