News Continuous Bureau | Mumbai
Lok Sabha Election: હવે લોકસભાની ચૂંટણીને આડે થોડો સમય બાકી છે. તેથી આ લોકસભાની ચૂંટણી જીતવા માટે ઉમેદવારો પોતાના વચનો સાથે લોકોની વચ્ચે જઈ રહ્યા છે. આ જ સંદર્ભે મહારાષ્ટ્રના ( Maharashtra ) ચંદ્રપુરમાંથી ચિમુર ગામના એક અપક્ષ ઉમેદવારે 2024ની ચૂંટણીમાં એવું વચન આપ્યું છે, જેને કોઈ સ્વીકારી શકે તેમ નથી. અહીં મહિલા ઉમેદવારે વચન આપ્યું છે કે જો તે સત્તામાં આવશે તો ગરીબ લોકોને મોંઘી વ્હિસ્કી અને બિયર સસ્તા ભાવે આપશે. ચૂંટણી સ્લોગન આપતાં તેમણે કહ્યું- જ્યાં ગામ છે ત્યાં બિયરબાર છે.
ઓલ ઈન્ડિયા હ્યુમેનિટી પાર્ટીના ઉમેદવાર વનિતા રાઉત ( Vanita Raut ) “ગરીબ મતદારો” માટે વિચિત્ર ચૂંટણી વચન લઈને આવ્યા હતા. વનિતા રાઉતે મિડીયા સાથે વાત કરતા કહ્યું હતું કે, જો તે ચૂંટણી જીતશે તો તે દરેક ગામમાં માત્ર બિયરબાર ( Beer bar ) જ નહીં ખોલશે પરંતુ સાંસદ ફંડમાંથી ગરીબોને મોંઘી વ્હિસ્કી અને બિયર પણ સસ્તા ભાવમાં આપશે. ચૂંટણી સૂત્ર આપતાં વનિતા રાઉતે કહ્યું કે, “જ્યાં ગામ છે, ત્યાં બિયરબાર છે.
2019ની લોકસભાની ચૂંટણીમાં તે નાગપુરથી લડી હતી…
વનીતા રાઉત પાસે તેના વિચિત્ર ચૂંટણી વચનને યોગ્ય ઠેરવવાનું પોતાનું કારણ છે. તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, ગરીબ લોકો સખત મહેનત કરે છે અને તેમને દારૂ પીવાથી જ આરામ મળે છે. પરંતુ તેઓ સારી ગુણવત્તાની વ્હિસ્કી અથવા બીયર ખરીદી શકતા નથી. તેથી ગરીબી લોકોને માત્ર દેશી દારૂ જ પીવો પડે છે અને તે પીવાથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેથી હું ઈચ્છું છું કે તેઓ પણ મોંઘી વ્હીસ્કીનો આનંદ માણે.
આ સમાચાર પણ વાંચો : Electoral Bonds: ‘ઇલેક્ટોરલ બોન્ડનો વિરોધ કરનારાઓને પસ્તાવો થશે’, ઈલેકટોરલ બોન્ડ વિવાદ પર PM મોદીનું પહેલું નિવેદન…
વધુ પડતા પીવાના કારણે પરિવારો બરબાદ થાય છે? જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે વનિતા રાઉતે કહ્યું કે આ જ કારણે તે ઈચ્છે છે કે લોકો સારી ગુણવત્તાની દારૂ ખરીદવાનું લાઇસન્સ મેળવે. તેમણે કહ્યું કે લોકોને પુખ્ત થયા પછી જ દારૂ ( alcohol ) પીવાનું લાઇસન્સ આપવું જોઈએ.
નોંધનીય છે કે વનિતા રાઉત પહેલીવાર ચૂંટણી લડી રહી નથી. 2019નીલોકસભાની ચૂંટણીમાં તે નાગપુરથી લડી હતી, જ્યારે 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તેમણે ચિમુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. રસપ્રદ વાત એ છે કે, તેમણે 2019ની ચૂંટણી દરમિયાન પણ આ જ વચન આપ્યું હતું અને તેમની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે આ વખતે પણ તે આવા જ વચનો સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી છે.