News Continuous Bureau | Mumbai
Lok Sabha Election: મહારાષ્ટ્રમાં આ વર્ષે લોકસભાની ચૂંટણીનો જંગ રસપ્રદ બની શકે છે. બધાની નજર પવાર પરિવારના ગઢ ગણાતી બારામતી સીટ પર રહેશે, જ્યાં શરદ પવારની પુત્રી અને વર્તમાન સાંસદ સુપ્રિયા સુળે ( Supriya sule ) તેની પોતાની ભાભી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની ( Ajit Pawar ) પત્ની સુનેત્રા પવાર ( Sunetra Pawar ) સામે ટક્કર આપશે. રસપ્રદ વાત એ છે કે, અજિત પવારે પોતે આ અટકળો અને ચર્ચાઓને વેગ આપ્યો છે.
શુક્રવારે બારામતીમાં અજિત પવારે ( NCP ) કોઈનું નામ લીધા વિના પોતાના મતદારોને અપીલ કરી હતી કે આગામી સામાન્ય ચૂંટણીઓમાં બારામતી લોકસભા બેઠક ( Baramati Lok Sabha seat ) પરથી એક એવો ઉમેદવારને ઉભો કરવામાં આવશે. જે પહેલીવાર ચૂંટણી લડી રહ્યો હોય પરંતુ અનુભવી લોકોથી ઘેરાયેલા હોય. અજિત પવારે તેમના સંબોધન દરમિયાન પત્ની સુનેત્રા પવારનું નામ લીધું ન હતું પરંતુ સંકેત આપ્યો હતો કે તેમની પત્ની આગામી ચૂંટણીમાં બહેન સુપ્રિયા સુળે સામે ચૂંટણી લડશે.
દરમિયાન સુનેત્રા પવારે પણ બારામતી મતવિસ્તારમાં પ્રચાર શરૂ કરી દીધો છે. આનાથી સ્પષ્ટ છે કે તેઓ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુળે સામે ટકરાશે. સુપ્રિયાએ 2009 થી સતત ત્રણ વખત બારામતી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે અને 2006 થી 2009 સુધી રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા.
અજિત પવારની પત્ની સુનેત્રા પવાર રાજકીય પરિવારમાંથી આવે છે…
નોંધનીય છે કે, અજિત પવારની પત્ની સુનેત્રા પવાર રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના ભાઈ પદમસિંહ પાટીલ વરિષ્ઠ રાજકારણી અને ભૂતપૂર્વ મંત્રી છે. સુનેત્રા અને અજિત પવારને બે પુત્રો છે, જેનું નામ જય અને પાર્થ પવાર છે. એક અહેવાલ મુજબ, જ્યારે જય પારિવારિક વ્યવસાય ચલાવે છે, ત્યારે રાજકીય મહત્વાકાંક્ષા ધરાવતા પાર્થ 2019ની લોકસભા ચૂંટણી ( Lok Sabha Elections ) માવલ બેઠક પરથી હારી ગયો હતો.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Clash: પૂર્વ સાંસદ નિલેશ રાણેની કાર પર પથ્થમારો બાદ, આ બંને પક્ષના કાર્યકરો વચ્ચે થયું ઘર્ષણ.. વાહનોની તોડફોડ.
સુનેત્રા પવાર બારામતીમાં તેમના સામાજિક કાર્યો માટે જાણીતા છે. તેણીની અધિકૃત વેબસાઇટ અનુસાર, સુનેત્રા પવાર 2010 માં સ્થપાયેલ એનજીઓ, એન્વાયર્નમેન્ટલ ફોરમ ઓફ ઇન્ડિયાના સ્થાપક છે. આ ઉપરાંત તેઓ પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા વિદ્યા પ્રતિષ્ઠાનના ટ્રસ્ટી પણ છે. વેબસાઈટ અનુસાર, સુનેત્રા પવાર 2011થી ફ્રાન્સમાં વર્લ્ડ આંત્રપ્રિન્યોરશિપની થિંક ટેન્ક સભ્ય પણ છે.
નોંધનીય છે કે, બારામતી પવાર પરિવારનો ગઢ રહ્યો છે. શરદ પવારે 1967, 1972, 1978, 1980, 1985 અને 1990માં બારામતી બેઠક પરથી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જીતી હતી અને 1984, 1996, 1998, 1999 અને 2004માં બારામતીથી લોકસભા ચૂંટણી જીતી હતી. દરમિયાન સુપ્રિયા સુળે 2009થી આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહી છે.
તો બીજી તરફ અજિત પવાર પણ 1991માં બારામતીથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. આ પછી તેઓ 1991, 1995, 1999, 2004, 2009, 2014 અને 2019માં સાત વખત વિધાનસભા પહોંચ્યા હતા.