Site icon

Lok sabha elections 2024: રાજ ઠાકરેએ NDAને આપ્યું સમર્થન, PM મોદીના વખાણ કર્યા અને કાર્યકર્તાઓને આ સૂચનાઓ આપી

Lok sabha elections 2024: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં બીજેપીની આગેવાની હેઠળના મહાગઠબંધનને બિનશરતી સમર્થન આપવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના કાર્યકર્તાઓને વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરવા પણ સૂચના આપી છે.

Lok sabha elections 2024 Raj Thackeray, MNS chief, declares 'unconditional' support for PM Modi in Lok Sabha Elections 2024

Lok sabha elections 2024 Raj Thackeray, MNS chief, declares 'unconditional' support for PM Modi in Lok Sabha Elections 2024

  News Continuous Bureau | Mumbai 

Lok sabha elections 2024: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ મંગળવારે મુંબઈના શિવાજી પાર્કથી ગુડી પડવા રેલીને સંબોધિત કરી હતી. આ પ્રસંગે તેમણે હિંદુ ભાઈ-બહેનોનું સ્વાગત કરીને ભાષણની શરૂઆત કરી. રાજ ઠાકરેએ કહ્યું કે MNS પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બિનશરતી સમર્થન આપી રહી છે.  જો તમને યાદ હોય તો ભાજપ પહેલા હું એવો પહેલો વ્યક્તિ હતો જેણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ ભારતના પીએમ બનવું જોઈએ. મેં 370 માટે વખાણ કર્યા. જો મને કોઈ વસ્તુ ગમે છે, તો હું તેની પ્રશંસા કરું છું. અને જો  મને કોઈ વસ્તુ પસંદ નથી આવતી તો હું તેના વખાણ કરતો નથી. 

Join Our WhatsApp Community

 રાજ ઠાકરેનું મહાગઠબંધનને બિનશરતી સમર્થન 

 શિવાજી પાર્ક ખાતે તેમની પાર્ટીની બેઠકને સંબોધતા તેમણે કહ્યું કે લોકસભાની ચૂંટણી દેશનું ભવિષ્ય નક્કી કરવા જઈ રહી છે. આપણો દેશ અત્યારે સૌથી યુવા દેશ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી અમારી અપેક્ષા છે કે તેઓ દેશના યુવાનો પર ધ્યાન આપે. અમે માત્ર નરેન્દ્ર મોદી માટે જ લોકસભાની ચૂંટણીમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને NCP (અજિત જૂથ)ના મહાગઠબંધનને બિનશરતી સમર્થન આપીશું. તેમણે તેમના પક્ષના કાર્યકરોને આહ્વાન કર્યું કે અમારી પાર્ટી લોકસભાની ચૂંટણી નહીં લડે, પરંતુ તમે લોકો અત્યારથી જ વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દો.

સીટો પર ચર્ચા કરવામાં રસ નથી

રાજ ઠાકરેએ સ્વીકાર્યું કે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમને મહાગઠબંધનમાં સામેલ કરવા આતુર હતા. પરંતુ રાજે કહ્યું કે અમને સીટો પર ચર્ચા કરવામાં રસ નથી. અમને ન તો રાજ્યસભાની જરૂર છે કે ન તો વિધાન પરિષદની. દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથેની તેમની મુલાકાતનો ઉલ્લેખ કરતા રાજ ઠાકરેએ કહ્યું કે કોઈને મળવામાં શું નુકસાન છે.

‘હું કોઈની નીચે કામ કરતો નથી’

વધુમાં રાજ ઠાકરેએ કહ્યું કે અમિત શાહ સાથેની મુલાકાત અનેક પ્રકારના સમાચારો ફરવા લાગ્યા. મને પણ મજા આવી રહી હતી. તે દિવસે હું અમિત શાહને મળ્યો. પછી સમાચાર આવ્યા કે હું શિંદેની શિવસેનાનો વડા બનીશ. આ કેવા સમાચાર છે? હું કોઈ પક્ષ તોડતો નથી. હું કોઈની નીચે કામ કરતો નથી. હું માત્ર MNS પાર્ટીનો વડા બનીશ. રાજ ઠાકરેએ કહ્યું, સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરેને જુઓ, તેઓ પીએમ મોદી વિરુદ્ધ કેવી વાતો કરી રહ્યા છે. તેઓ સીએમ પદ ઈચ્છતા હતા. તેઓ આ બધું એટલા માટે કરી રહ્યા છે કારણ કે તેમનો પક્ષ હવે તૂટી ગયો છે.

આ સમાચાર પણ વાંચો : Chaitra Navratri 2024: ચૈત્ર નવરાત્રીનો બીજો દિવસ, આજે આ મુહૂર્તમાં કરો દેવી બ્રહ્મચારિણીની પૂજા, જાણો વિધિ, મંત્ર અને ભોગ..

1980માં શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે પણ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને તેમના પુત્ર સંજય ગાંધીને મળવા દિલ્હી ગયા હતા. ઘણા લોકો મને મળવા મારા ઘરે આવતા રહે છે. કોઈને મળવા જાય તો તે નાનો નથી થતો. તેમણે કહ્યું કે ભાજપના નેતા પ્રમોદ મહાજનના અવસાન બાદ તેઓ ગુજરાત ગયા હતા. તેઓ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કામથી પ્રભાવિત થયા હતા. તેમણે આશા વ્યક્ત કરી કે વડાપ્રધાન બનીને તેઓ સમગ્ર દેશ માટે સમાન કામ કરશે.

BARC fake scientist case: BARC વૈજ્ઞાનિકનો નકલી કેસ: ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવનાર ઝારખંડનો સાયબર કાફે માલિક ઝડપાયો
BEST: BESTના લોકાર્પણ પહેલાં જ વિવાદ: પ્રસાદ લાડના સમર્થકોએ બેનર લગાવી ગુસ્સો વ્યક્ત કર્યો
Eknath Khadse: ખડસે પરિવાર પર આફત: નેતાના બંગલામાં ચોરી, પુત્રવધૂના પેટ્રોલ પંપ પર લૂંટ; પોલીસે ગુનો નોંધ્યો
Uddhav Thackeray: દ્ધવ ઠાકરેનો અમિત શાહ પર ગંભીર પ્રહાર: ‘એનાકોન્ડા’ કહી મુંબઈને ગળી જવાનો લગાવ્યો આરોપ
Exit mobile version