News Continuous Bureau | Mumbai
Lokayukta Raid: કર્ણાટકમાં ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી લોકાયુક્તે મોટી કાર્યવાહી કરી છે. 100 થી વધુ લોકાયુક્ત અધિકારીઓએ રાજ્યના 13 જિલ્લામાં 60 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં બેંગલુરુમાં પાંચ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. બેંગલુરુમાં BBMP ચીફ એન્જિનિયર રંગનાથના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
અત્યાર સુધીમાં આ દરોડામાં 6 લાખ રૂપિયાની રોકડ, 3 કિલો સોનું, 25 લાખ રૂપિયાના હીરા અને 5 લાખ રૂપિયાની એન્ટીક વસ્તુઓ મળી આવી છે. આ સાથે ઘણા ગેરહિસાબી મિલકતના ( unaccounted property ) દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
આ દરોડામાં 13 પોલીસ કમિશનર પણ સામેલ..
આ દરોડામાં 100 થી વધુ લોકાયુક્ત ( Lokayukta ) અધિકારીઓ બેંગલુરુ, બિદર, રામનગરા, ઉત્તરા કન્નડ જિલ્લાઓ સહિત 60 સ્થળોએ એક સાથે દરોડા પાડી રહ્યા છે. તેમની સાથે 13 પોલીસ કમિશનર અને 12 નાયબ પોલીસ કમિશનર પણ સામેલ છે.
આ સમાચાર પણ વાંચો : EC Issue Advisory: લોકસભાની ચૂંટણીમાં આકરી ગરમીનો પડછાયો! હવામાન વિભાગની ચેતવણી બાદ ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું.. એડવાઈઝરી જારી..
નોંધનીય છે કે, આ પહેલા જાન્યુઆરીમાં કર્ણાટકમાં ( Karnataka ) લોકાયુક્તે ભ્રષ્ટાચારના ( corruption ) 10 કેસોમાં 40 સ્થળોએ સરકારી અધિકારીઓના આવાસ પર દરોડા પાડ્યા હતા. જેમાં તુમકુરુ, મંડ્યા, ચિક્કામગાલુરુ, મૈસુર, કોપ્પલ, વિજયનગર, બલ્લારી, હસન, ચામરાજનગર અને મેંગલુરુમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા.