Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈગરના આ માનીતા હિલસ્ટેશનમાં તોફાની વરસાદ- મોસમનો અત્યાર સુધીનો હાઈએસ્ટ વરસાદ- જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

મુંબઈ(Mumbai)ના સૌથી નજીકના હિલ સ્ટેશન(Hill Station) લોનાવલા(LOnavala)માં જોરદાર વરસાદ(Rain) પડી રહ્યો છે. લોનાવલામાં અત્યાર સુધીમાં 907 મીમી વરસાદ નોંધાયો છે, જેમાં છેલ્લા ત્રણ દિવસમાં જ 492 મીમી વરસાદ પડ્યો છે.

Join Our WhatsApp Channel

વીકએન્ડમાં મોટાભાગના મુંબઈગરા પોતાના માનીતા પર્યટન સ્થળ લોનાવાલા પહોંચી જતા હોય છે. જોકે હાલ મહારાષ્ટ્ર(Maharashtra)ના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે, તેમા પણ લોનાવાલામાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી ભારે વરસાદને કારણે લોનાવાલામાં હાહાકાર મચી ગયો છે.

આ સમાચાર પણ વાંચો : પાંચ વર્ષ પછી ભારત દેશમાં પેટ્રોલ નહીં મળે- આ કેન્દ્રીય મંત્રીએ બ્લુ પ્રિન્ટ લોકો સામે રાખી

હવામાન ખાતા(IMD)બ 24 કલાકમાં લગભગ  સિઝનમાં સૌથી વધુ 180 મીમી(સાડા સાત ઈંચ) વરસાદ નોંધાયો છે. લોનાવલામાં અત્યાર સુધીમાં 907 મીમી વરસાદ નોંધાયો છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં જ 492 મીમી વરસાદ પડ્યો છે. ગત વર્ષે આજ સુધીમાં 1132 મીમી વરસાદ નોંધાયો હતો.

અહીં ઉલ્લેખનીય છે કે હવામાન ખાતા(IMD)ના જણાવ્યા મુજબ કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગામી ચારથી પાંચ દિવસમાં ભારે વરસાદની સંભાવના છે. મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, પૂણે, સતારા અને કોલ્હાપુર આજે રેડ એલર્ટ પર છે. મરાઠવાડા(Marathawada)માં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે વિદર્ભમાં પણ સારા વરસાદની આગાહી કરી છે.

Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
BrahMos Deal Indian Navy દરિયામાં ભારતનો સુપરસોનિક દબદબો! બ્રહ્મોસ માટે ₹૬૬૧ કરોડની ડીલથી દુશ્મનોમાં ફફડાટ યુદ્ધજહાજો બનશે વધુ ઘાતક
Exit mobile version