ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો
મુંબઇ
27 ઓગસ્ટ 2020
એશિયામાં સૌથી લાંબું જીવનાર સિંહણ રાજમાતાનું 20 વર્ષની ઉંમરે મોત થયું છે. પાલિતાણા નજીક વડાલ એનિમલ કેર સેન્ટરમાં તેણે અંતિમ શ્વાસ લીધા હતાં. રાજમાતાનું ઉંમર સંબંધિત બીમારીઓના કારણે મોત થયું હતું. તેની ઉંમર સાથે અન્ય એક બાબતમા પણ આ માદા સિંહ રેકોર્ડ ધરાવે છે. તેણે સાત વખતની પ્રેગ્નન્સી દરમ્યાન 15 સિંહબાળને જન્મ આપી ચૂકી છે, જે એશિયાટિક સિંહોમાં એક રેકોર્ડ છે. ઉપરાંત અમરેલીના લીલીયા ક્રાકંચમાં રહેલા 50-60 સિંહો-સિંહણોની સંખ્યા પણ આ રાજમાતાનો જ વંશ હોવાનું કહેવાય છે.
વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીનિયર રિસર્ચરનું કહેવું છે કે, એશિયાટિક સિંહો સામાન્ય રીતે 16 વર્ષ જીવતા હોય છે. રાજમાતા એક અપવાદ છે. તે 20 વર્ષ સુધી જીવી અને સાત વાર સિંહબાળને જન્મ આપ્યો હતો. લીલીયા ક્રાકંચ વિસ્તારમાં સિંહોનું રાજ સ્થાપવામાં તે મહત્વપૂર્ણ છે. 2016માં જ સ્થાનિક લોકો દ્વારા આ સિંહણને રાજમાતા નામ આપવામાં આવ્યું હતું, કારણકે તે અન્ય કોઈ સિંહણને પોતાના વિસ્તારમાં ઘુસવા નહોતી દેતી. જ્યારે સ્થાનિક લોકોને જાણ થઈ કે રાજમાતાને શક્કરબાગ ઝૂમાં પૂરવામાં આવી છે. તો તેમણે તેને છોડવા માટે આંદોલન શરૂ કર્યું હતું…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com