Site icon

ભાજપને કારણે અન્ય પક્ષોના પૂર્વ કોર્પોરેટરોની લાગશે લોટરી? વિકાસ કામો માટે અપાશે અધધ આટલા કરોડ રૂપિયા..

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં ભાજપના કોર્પોરેટરોના દરેક વોર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે 3 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે અન્ય પક્ષોના કોર્પોરેટરોની પણ લોટરી લાગશે..

BMC: 22 thousand hawkers are only voters, but not eligible to vote in Town Vending Committee elections.

BMC: 22 thousand hawkers are only voters, but not eligible to vote in Town Vending Committee elections.

News Continuous Bureau | Mumbai

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં ભાજપના કોર્પોરેટરોના દરેક વોર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે 3 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે અન્ય પક્ષોના કોર્પોરેટરોની પણ લોટરી લાગશે..

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ ભાજપના કોર્પોરેટરોની જેમ અન્ય પક્ષોના કોર્પોરેટરોના વોર્ડમાં પણ 3 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. કમિશનર અને એડમિનિસ્ટ્રેટર ઈકબાલ સિંહ ચહલે હવે કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાના ભૂતપૂર્વ કોર્પોરેટરો દ્વારા કરવામાં આવેલી માંગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ જૂથ નેતા પ્રભાકર શિંદેએ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના વર્ષ 2023-24ના બજેટ અંદાજ અંગે 23 જાન્યુઆરી, 2023ના રોજ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર અને પ્રશાસકને એક પત્ર સુપરત કર્યો હતો. આ પત્રમાં 77 કોર્પોરેટરો અને 2 નામાંકિત કોર્પોરેટરોના વોર્ડમાં વિવિધ નાગરિક કામો માટે વર્ષ 2023-24ના બજેટમાં રૂ.3 કરોડનું ફંડ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તે મુજબ વહીવટદારોએ ભાજપના કોર્પોરેટરોના વોર્ડમાં 3-3 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું હતું, પરંતુ અન્ય 150 કોર્પોરેટરોએ આ માંગણી કરી ન હોવાથી વહીવટીતંત્રે ભાજપના કોર્પોરેટરોની જેમ 3-3 કરોડ રૂપિયા આપ્યા નથી. જે બાદ પૂર્વ ગૃહના નેતા વિશાખા રાઉત, પૂર્વ મેયર વિશ્વનાથ મહાડેશ્વરની સહીથી 90 કોર્પોરેટરના વોર્ડમાં 3 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું હતું. ઉપરાંત, પૂર્વ વિપક્ષી નેતા રવિ રાજા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ જૂથ નેતા રાખી જાધવ, સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ જૂથ નેતા રઈસ શેખ વગેરેએ તેમના પક્ષના કોર્પોરેટરોના વોર્ડમાં ત્રણ-ત્રણ કરોડ રૂપિયાની જોગવાઈ કરવાની માંગ કરી હતી. તેથી ભાજપ જેવા અન્ય પક્ષોના દરેક કોર્પોરેટરના વોર્ડમાં 3 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ મહાનગરપાલિકામાં નોકરીની સુવર્ણ તક, 650+ ખાલી જગ્યાઓ પર થશે ભરતી! અરજી કરવાની આ છે છેલ્લી તારીખ..

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version