News Continuous Bureau | Mumbai
બિહારના ઔરંગાબાદ જિલ્લાના કસ્મા વિસ્તારમાં એક વિચિત્ર પરંતુ ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં એક સાથે છ બહેનપણીઓએ ઝેર ખાઈ લીધું હોવાની ઘટના સામે આવી રહી છે જેમાં 3 યુવતીઓના મોત થતાં ગામ આખામાં હડકંપ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, આ છ છોકરીઓની એકબીજા સાથે ગાઢ મિત્રતા હતી. આ પૈકી એક યુવતીને તેના જ સંબંધી સાથે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. છોકરાએ લગ્ન કરવાની ના પાડતાં યુવતીએ પહેલા ઝેર ખાધું અને બાદમાં તેની પાંચેય બહેનપણીઓએ પણ ઝેર પી લીધું. ત્રણ મિત્રોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે ત્રણને ગંભીર હાલતમાં મગધ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, ત્રણેય છોકરીઓની હાલત નાજુક છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ટુ વ્હીલર ચલાવતા સમયે જો આ કરશો તો 3 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ થશે. જાણો વિગતે
મીડિયા રિપોર્ટ્સ મુજબ ઔરંગાબાદના એસપી કંતેશ કુમાર મિશ્રાએ કહ્યું કે મામલો ઘણો ગંભીર છે. મૃત્યુ પામેલ યુવતીઓમાં એક યુવતીનું મૃત્યુ થયું હતું તે પૈકી એક તેના ભાઈના સાળાને પ્રેમ કરતી હતી. તેણે તેની બહેનપણી સાથે મળીને છોકરાની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તેણે ફગાવી દીધો હતો. પ્રેમીનો ઇનકાર સાંભળીને તમામ યુવતીઓ પોતાના ગામ પાછી આવી ગઈ. થોડા સમય પછી છોકરાના પ્રેમમાં પડેલી છોકરીએ ઝેર ખાઈ લીધું. તેને જોઈને તેની બહેનપણીઓએ પણ એક પછી એક ઝેર ખાઈ લીધું. જોકે તેમને ઝેર ક્યાંથી મળ્યું, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
