ઘરેલું ગેસના ભાવ યથાવત્..ઓગસ્ટમાં પણ સબસિડી નહીં મળે.. જાણો એનું કારણ શું છે..?

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

03 ઓગષ્ટ 2020 

એક બાજુ કોરોના અને લોકડાઉનને કારણે આર્થિક મંદી વ્યાપી છે. જેને કારણે તેલ અને ગેસના ભાવો ખૂબ નીચાં ગયા છે. છેલ્લા ત્રણ મહિનાથી ઘરેલું ગેસ પર સબસીડી આપવામાં આવી રહી નથી. તે મુજબ આ મહિને એટલે કે ઓગસ્ટમાં પણ ઘરેલું ગેસ પર કોઈ સબસીડી ગ્રાહકોને મળશે નહીં. 

કોરોનાના લોકડાઉન દરમિયાન મે, જૂન અને જુલાઈમાં સરકાર તરફથી કોઇ સબસિડી આપવામાં આવી નથી. તેનું મોટું કારણ હતું આંતરરાષ્ટ્રીય બજારમાં એપ્રિલ મહિનામાં એલ.પી.જીના ભાવમાં થયેલો મોટો ઘટાડો.. ત્યારબાદ મે મહિનામાં ઘરેલું ગેસ સિલિન્ડરનો ભાવ 162  રૂપિયા જેટલો ઘટીને 581 રૂપિયા થયો હતો. જેને કારણે સબસિડી અને સબસિડી વગરના બાટલાનો ભાવ એક સમાન થઈ ગયો છે. આથી સરકારે કરેલી જાહેરાત મુજબ ચાલુ મહિને ઓગસ્ટમાં પણ આ ભાવોમાં કોઈ ફેરફાર થાય એમ નથી.

નોંધનીય છે કે છેલ્લા એક વર્ષમાં લગાતાર કાપ મુકાયા બાદ સબસીડીવાળા બાટલાનો ભાવ સો રૂપિયા વધી ગયો છે. કેમકે એક વર્ષથી સરકારે સબસિડી ની રકમમાં સતત ઘટાડો કર્યો છે. જુલાઈ 2019 માં સબસીડી વાળો બાટલો રૂપિયા 494.35 પૈસા અને સબસિડી વગરનો બાટલો 637 રૂપિયા હતો. પરંતુ ચાલુ મહિને સબસીડીવાળા અને સબસીડી વગરના LPG ગેસનો ભાવ એક સમાન થયી ગયો છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More