ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 જૂન 2021
બુધવાર
ઉત્તર પ્રદેશમાં પ્રતાપચંદ્ર નામના વકીલે સિરમ ઇન્સ્ટિટ્યૂટના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) અદાર પુનાવાલા સામે કોર્ટમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. કોર્ટે આ મુદ્દે 2 જુલાઈના સુનાવણી રાખી છે.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની કોર્ટમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રતાપચંદ્રે કોર્ટમાં કરેલી ફરિયાદ મુજબ તેણે 8 એપ્રિલના હૉસ્પિટલમાં વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. કોવિશીલ્ડ વેક્સિન લીધા બાદ તેની તબિયત લથળી ગઈ હતી. એથી તેણે 25 મેના ઍન્ટીબૉડીઝ ટેસ્ટ કરાવ્યાં હતાં. રિપૉર્ટ મુજબ શરીરમાં ઍન્ટીબૉડીઝ તૈયાર થયા જ નહોતા. તેમ જ લોહીમાં પ્લેટલેટ્સ પણ ઓછા થઈ ગયા હતા. એથી ચેપ લાગવાનું જોખમ વધી ગયું હતું.
વેકસીન લીધા પછી જ જાહેર સ્થળે એન્ટ્રી આપવામાં આવશે, આ રાજ્ય સરકાર લઈ શકે છે મોટો નિર્ણય ; જાણો વિગતે
એથી તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો દાવો કરીને તેણે સિરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પુનાવાલા સહિત સાત લોકો વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડાયરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવા, યુનિયન હેલ્થ મિનિસ્ટરીના જૉઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ, નૅશનલ હેલ્થ મિશન ડાયરેક્ટર અર્પણા ઉપાધ્યાય સહિત અન્યનો સમાવેશ થાય છે.