ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ડિસેમ્બર 2021
મંગળવાર.
લુધિયાણાની કોર્ટની ઈમારતમાં ગયા અઠવાડિયામાં વિસ્ફોટ થયો હતો. આ પ્રકરણમાં એક વ્યક્તિની પોલીસે જર્મનીથી ધરપકડ કરી છે. જસવિંદર સિંહ મુલ્તાની નામનો આ આરોપી આતંકી પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ સંગઠન સાથે જોડાયેલો છે.
જસવિંદર સિંહને લુધિયાણા કોર્ટમાં થયેલા વિસ્ફોટનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. તે દિલ્હી અને મુંબઈમાં પણ આતંકી હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ભારત સરકારની વિનંતી પર જર્મની પોલીસે જસવિંદર સિંહની ધરપકડ કરી હતી. તેના પર આરોપ છે કે તે પાકિસ્તાની એજેન્સી આઈએસઆઈના ઈશારા પર કામ કરતો હતો. તે દિલ્હી સહિત ભારતના અન્ય શહેરોમાં આતંકી પ્રવૃત્તિ ચલાવવાનું ષડયંત્ર રચી રહ્યો હતો.
પોલીસ અધિકારીઓના કહેવા મુજબ 45 વર્ષના જસવિંદર મુલ્તાની એસએફજેના સંસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુનો નજીકનો માણસ ગણાય છે, જે અલગાવવાદી પ્રવૃત્તિઓમાં જોડાયેલો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, હવે આ મિનિસ્ટર આવ્યા કોરોનાની ચપેટમાં. જાણો વિગત
લુધિયાણા કોર્ટના બીજા માળા પર આવેલા શૌચાલયમાં 23 ડિસેમ્બર 2021ના વિસ્ફોટ થયો હતો. જેમાં એકનું મોત થયું હતું. તપાસ એજેન્સીને શક હતો કે મૃતકનો જ વિસ્ફોટમાં હાથ હોવો જોઈએ. બોમ્બને એસેમ્બલ કરતા સમયે વિસ્ફોટ થયો હોવાનું કહેવાય છે.