Site icon

લુધિયાણા વિસ્ફોટનો માસ્ટર માઈન્ડ પકડાયો આ દેશથી, મુંબઈ સહિત અનેક શહેરો નિશાના પર હોવાનો કર્યો ચોંકાવનારો ખુલાસો ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

 મંગળવાર. 

લુધિયાણાની કોર્ટની ઈમારતમાં ગયા અઠવાડિયામાં  વિસ્ફોટ થયો હતો. આ  પ્રકરણમાં એક વ્યક્તિની પોલીસે જર્મનીથી ધરપકડ કરી છે. જસવિંદર સિંહ મુલ્તાની નામનો આ આરોપી આતંકી પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ સંગઠન સાથે જોડાયેલો છે. 
જસવિંદર સિંહને લુધિયાણા કોર્ટમાં થયેલા વિસ્ફોટનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. તે દિલ્હી અને મુંબઈમાં પણ આતંકી હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ભારત સરકારની વિનંતી પર જર્મની પોલીસે જસવિંદર સિંહની ધરપકડ કરી હતી. તેના પર આરોપ છે કે  તે પાકિસ્તાની એજેન્સી આઈએસઆઈના ઈશારા પર કામ કરતો હતો. તે દિલ્હી સહિત ભારતના અન્ય શહેરોમાં આતંકી પ્રવૃત્તિ ચલાવવાનું ષડયંત્ર રચી રહ્યો હતો. 
પોલીસ અધિકારીઓના કહેવા મુજબ 45 વર્ષના જસવિંદર મુલ્તાની એસએફજેના સંસ્થાપક  ગુરપતવંત સિંહ પન્નુનો નજીકનો માણસ ગણાય છે, જે અલગાવવાદી પ્રવૃત્તિઓમાં જોડાયેલો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, હવે આ મિનિસ્ટર આવ્યા કોરોનાની ચપેટમાં. જાણો વિગત

લુધિયાણા કોર્ટના બીજા માળા પર આવેલા શૌચાલયમાં 23 ડિસેમ્બર 2021ના વિસ્ફોટ થયો હતો. જેમાં એકનું મોત થયું હતું. તપાસ એજેન્સીને શક હતો કે મૃતકનો જ વિસ્ફોટમાં હાથ હોવો જોઈએ. બોમ્બને એસેમ્બલ કરતા સમયે વિસ્ફોટ થયો હોવાનું કહેવાય છે.

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version