Site icon

Madhya Pradesh Diamond : ઉપરવાલા જબ ભી દેતા હૈ, છપ્પર ફાડ કે હી દેતા હૈ… માત્ર 200 રૂપિયાના ખાણમાં મળ્યો અધધતન આટલા લાખનો હીરો.. જાણો વિગતે.

Madhya Pradesh Diamond : મધ્ય પ્રદેશના પન્ના ખાતે એક મજૂરને ખાણકામ દરમિયાન એક હીરા મળ્યો છે, જેની કિંમત 80 લાખથી 1 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે. ડાયમંડ માઇનિંગનું કામ અહીં સરળતાથી શરૂ કરી શકાય છે.

Madhya Pradesh Fate changed in a moment! Rs. A Diamond of 19.22 carats was found in a diamond mine of 200.. Know what is the price of this diamond.

Madhya Pradesh Fate changed in a moment! Rs. A Diamond of 19.22 carats was found in a diamond mine of 200.. Know what is the price of this diamond.

News Continuous Bureau | Mumbai

Madhya Pradesh Diamond : મધ્યપ્રદેશના પન્નામાં ( Panna )  એક મજૂરને ખાણમાંથી હીરા મળી આવ્યા છે. આ હીરાની કિંમત હાલ 80 લાખ રૂપિયા હોવાનો અંદાજો છે. જોકે, હરાજીમાં તેનો દર વધુ પણ વધી શકે છે. રસપ્રદ વાત એ છે કે આ મજૂર પાસે ખોદવાનો પટ્ટો છે જ્યાંથી તેને આ હીરા મળી આવ્યો હતો. રાજુ ગોંડ મજુરે આ ખાણ બે મહિના પહેલા માત્ર 200 રૂપિયામાં ખરીદી હતી.  રાજુ ટ્રેક્ટર ડ્રાઈવર છે જે ખાણમાં પણ કામ કરે છે. આ જ ખાણમાં ખોદકામ દરમિયાન રાજુને આ હીરો મળી આવ્યો હતો. 

Join Our WhatsApp Community

મધ્યપ્રદેશના ( Madhya Pradesh  ) પન્નામાં હીરાની ઘણી ખાણો ( Diamond Mines ) છે. અહીંની ખાણ માત્ર 200 રૂપિયા ભાડું ચૂકવીને એક વર્ષ માટે લીઝ પર લઈ શકાય છે. ડાયમંડ ઓથોરિટી ઓફિસના જણાવ્યા અનુસાર, અહીં કોઈપણ વ્યક્તિ પન્ના ઘાણમાં હીરા શોધવા માટે ખાણકામ કરી શકે છે. તેના ( Madhya Pradesh labor ) માટે તમારે 200 રૂપિયાનું ભાડૂ ચૂકવું પડશે. તે શખ્સનો ફોટો, આધાર કાર્ડ અને 200 રૂપિયાની ફી સબમિટ કર્યા પછી એક વર્ષ માટે આ ખાણ લીઝ પર આપવામાં આવે છે. એક વર્ષ પૂર્ણ થયા બાદ ફરીથી આ ખાણ ઓફિસમાં જમા કરાવવી પડશે.

Madhya Pradesh Diamond : ઓફિસ દ્વારા હીરા શોધવા માટે 8 બાય 8 મીટરની જગ્યા આપવામાં આવે છે….

 ઓફિસ દ્વારા હીરા શોધવા માટે 8 બાય 8 મીટરની જગ્યા આપવામાં આવે છે. જ્યાં ખોદકામ ( Mining ) કરી શકાય છે. સરકારી ખાણો સહિત અનેક પ્રકારની ખાણો અહીં આવેલ છે. આ જમીન કોઈપણ વ્યક્તિની હોઈ શકે છે. ખાસ વાત એ છે કે આ લીઝ પર લીધેલી ખાણમાં ખોદકામ કર્યા બાદ તે જગ્યાની જમીનમાં માટી પાછી નાખવી પડે છે. જો હીરા મળી આવે, તો તેને બહાર કાઢવો પડે છે અને ખોદવામાં આવેલી માટીને ફરીથી જમીનમાં નાખવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો:  Mangal Prabhat Lodha: પ્રતાપગઢમાં બની રહેલું શિવ પ્રતાપ સ્મારક આપણા ઇતિહાસનું ગૌરવ: મંત્રી મંગલ પ્રભાત લોઢા

જો ખાણમાંથી હીરા મળી આવે તો પન્નાઘાણના સંયુક્ત કલેક્ટર કચેરીમાં આવેલી હીરાની ઓફિસમાં આ હીરો જમા કરાવવાનો હોય છે. પછી તેનું વજન કરીને તેને જમા કરવામાં આવે છે. સરકાર થોડા સમય પછી તેની હરાજી કરે છે. જેમાં આવા હીરા વેચાય છે. હરાજી માટે 5000 રૂપિયા ફી લેવામાં આવે છે. હીરાનું વેચાણ કર્યા પછી, હરાજીની આવકમાંથી લગભગ 20 ટકા રોયલ્ટી બાદ કર્યા પછી, હીરા સત્તાવાળાઓ બાકીના 80 ટકા રકમ હીરાધારકના ખાતામાં ટ્રાન્સફર કરે છે.

Western Railway: ઓખા અને દિલ્હી કેન્ટ પાસે આવેલ શકુર બસ્તી વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન
Bihar: મંત્રીમંડળે બિહારમાં બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોરના 4-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ્ડ મોકામા-મુંગેર વિભાગના બાંધકામને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર મંજૂરી આપી, જેની કુલ પ્રોજેક્ટ લંબાઈ 82.4 કિમી અને રૂ. 4447.38 કરોડના ખર્ચે પૂર્ણ થશે
Mohit Kamboj: ભાજપના નેતાઓને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો, મોહિત કંબોજે છોડ્યું રાજકારણ, આટલા મહિનાથી ચાલી રહી હતી તૈયારી
Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Exit mobile version